આજે આખા દેશમાં એકદમ જશ્નથી રામનવમીનો તહેવાર ઉજવવામા આવી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરના આજી ડેમ નજીક કિશાન ગૌશાળા સામે 47 એકરનીવિશાળ જગ્યામાં અર્બન ફોરેસ્ટમાં રામવન રાજકોટ RMC દ્વારા કરવામાં આવ્યું છે.
રાજકોટમાં એક નવું નજરાણું એટલે કે રામવન.
વર્ષ 2019માં શરૂ કરવામાં આવેલું કામ 2022માં પૂર્ણ પણ થઈ ગયું છે અને હવે લોકોની પડાપડી થઈ રહી છે.
રામવનના દર્શને આજે લાખો લોકો આવી રહ્યા છે. RMC દ્વારા 14 કરોડનાખર્ચે આ રામવન તૈયાર કરવામાં આવ્યું છે.
રામવનમાં કુલ 25 ભાગ દર્શાવવામાં આવ્યાછે. જેમાં અલગ અલગ 60 પ્રજાતિના 60 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
ભગવાન રામના જીવન આધારિત પ્રસંગોનીઝાંખી કરાવતા અલગ અલગ 22 જેટલા સ્કલ્પ્ચરમુકવામાં આવ્યા છે.
જેની સાથે લોકો સેલ્ફીપણ લઇ શકે તે મુજબ સેલ્ફી પોઇન્ટ પણ મુકવામાં આવ્યા છે.
47 એકરની ફોરેસ્ટ અર્બન જમીનમાં 60 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર થયું છે.
સમગ્ર રામાયણ આધારિત પ્રસંગો જેમાં રામ-ભરતનું મિલન હોય એ પ્રકારના વિવિધ પ્રસંગો આવરવામાં આવ્યા છે.
ખાસ કરીને ટૂરિસ્ટો અને રાજકોટવાસીઓ માટે રામવનમાં ચાલી પણ શકે અને ઇલેક્ટ્રિક કારની સુવિધા સાથે વિવિધ પ્રસંગોના દર્શન કરી શકે તે પ્રકારનું આખુ આયોજન છે.
રામસેતુ પણ બનાવવામાં આવ્યો છે. બે અલગ અગલ તળાવો પણ બનાવવામાં આવ્યા છે.
તેમજ ફૂડ કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભગવાન રામે કરેલા 14 વર્ષના વનવાસના પ્રસંગો આબેહૂબ કંડારવામાં આવ્યા છે.
આ ઉપરાંત ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલા અલગ અલગ પ્રસંગોની ઝાંખીના દર્શન પણ છે.
ભગવાન રામના જીવન આધારિત પ્રસંગોના અહીં અલગ અલગ 22 જેટલા સ્કલ્પ્ચર પણ મૂકવામાં આવ્યા છે.
જેમાં સૌથી વધારે ભગવાન રામની વિશાળ મૂર્તિ, જટાયુ દ્વાર, ભગવાન રામના ધનુષ આકારનો મુખ્ય પ્રવેશ દ્વાર, સંજીવની બૂટી સાથે પર્વત લઇ આવતા હનુમાનજી મહારાજના સ્કલ્પ્ચર આકર્ષણનું કેન્દ્ર છે.
રાજકોટ મનપા દ્વારા અલગ અલગ 22 સ્કલ્પ્ચર ઊભાં કરવા માટે લગભગ 1.50 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.
રામવનના પ્રવેશ દ્વારથી શરૂ કરી અંત સુધી તમામ જગ્યા પર કઇકને કઇક અલગ અલગ સ્કલ્પ્ચર આકર્ષણનું કેન્દ્ર બની રહેતું જોવા મળી રહ્યું છે.
રામવનની ફરતે કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગ, એડમિન ઓફિસ, સાઈકલ-ટ્રેક, વોકિંગ-ટ્રેક, કુદરતી પાણીના સ્ત્રોતનું નવિનીકરણ, પાથ-વે તેમજ બ્રિજ અને રેલિંગ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એક્ઝિબિશન એરિયા માટે પ્લેટફોર્મ છે.
જુદા-જુદા પ્રકારના પથ્થરો તેમજ અન્ય મટીરિયલનો ઉપયોગ કરીને પાથ-વે, ઓપન એર એમ્ફી થિયેટર, વિવિધ પ્રકારની બેન્ચિંગ, રોડ જંક્શન આઈલેન્ડ, સોલર લાઈટ્સ, આકર્ષક એન્ટ્રી ગેટ સહિત માળખાગત પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે.