Gujarat News: આજે ફરી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલા જીવન જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતો 21 વર્ષનો આયુષ ગાંધી ગાંધીનગર ખાતે આઈટી ફિલ્ડમાં અભ્યાસ કરતો હતો. ગત રોજ ગાંધીનગર ખાતે આયુષને હાર્ટ એટેક આવ્યો હતો. હૃદય રોગનો હુમલો આવતા આયુષ ગાંધીનું દુઃખદ અવસાન થયું હતું. આ અંગેની જાણ મિત્રો દ્વારા આયુષના પરિવારને કરવામાં આવતા પરિવારમાં આઘાતમાં મુકાઈ ગયો છે. છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે.
હજુ ગઈ કાલની જ વાત છે કે ગઈકાલે ખેડાના વસોમાં ફરજ ઉપર હાજર ATDOને હાર્ટ એટેક આવતા મૃત્યુ નિપજ્યું હતું. ATDO અજયસિંહ જામનું હાર્ટ એટેકથી અવસાન થતાં કેચેરીમાં શોકનું માહોલ છવાયો હતો.
ગુજરાત પર કોઈ સિસ્ટમ જ એક્ટિવ નથી, હળવો પડશે પણ હમણાં આખા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની રાહ ન જોવી
આ પહેલાં પણ અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાના સમાચારથી લોકોમાં ડર પેસ્યો છે.