Gujarat News: ઓબીસી અનામત અંગે મોટી સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પંચાયતમાં OBC અનામત અંગે મોટી જાહેરાત કરાઈ છે. પ્રવક્તા મંત્રીએ પત્રકાર પરિષદ યોજીને OBC અનામત અંગે ઝવેરી પંચના રિપોર્ટ અંગે વિસ્તૃત માહિતી આપી છે. પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ઝવેરી પંચના રિપોર્ટની અસરકારક તપાસ કરવામાં આવી છે. ઓબીસીને 27 ટકા અનામતની ભલમાણ કરાઈ હતી, ST અને SC અનામત યથાવત રાખવાની ભલામણ કરાઈ હતી. જેનો રાજ્ય સરકારે સ્વીકાર કરી લીધો છે. એટલે કે હવેથી ઓબીસીને 27 ટકા અનામત મળશે.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે ઓબીસી અનામત નક્કી કરવા માટે ઝવેરી પંચની રચના કરવામા આવી હતી. આ દરમિયાન જસ્ટિસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી ત્યારે તેને 90 દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ ઝવેરી પંચ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનો રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હતો.
આજે આ રિપોર્ટનો અભ્યાસ કરીને પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ગ્રામીણ તથા શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC અને STના અનામતમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નહીં કરવામાં આવે. પરંતુ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 27 ટકા અનામતની ભલામણ કરાઈ જેનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે 10 ટકા અનામત OBCને આપવામાં આવી છે તે અનામત યથાવત રહેશે. મહાનગરપાલિકા અને નગરપાલિકામાં OBC અનામત 27 ટકા ફાળવવામાં આવી છે.
રક્ષાબંધન પહેલા નાની બહેને મોટા ભાઈને કીડનીનું દાન આપીને જીવ બચાવ્યો, આખા ભારતે દીકરીના વખાણ કર્યા
સોના-ચાંદીના ભાવમાં ફરીથી તોતિંગ વધારો થયો, ખરીદવાનો પ્લાન છે તો જાણી લો એક તોલાના નવા ભાવ
ઓબીસી અનામત મુદ્દે અનેક વખતે નવા નવા વિરોધો પણ થતા આવ્યા છે. તો વળી વિપક્ષે અનેક વખત સરકારને ઘેરી છે. રાજ્યમાં 52 ટકા OBCની વસ્તી હોય તો 10 ટકાને બદલે 27 ટકા અનામત મળવી જોઈએ એવા પ્રશ્નો પણ ઉઠાવવામાં આવતા હતા. ત્યારે ગુજરાતમાં પાલિકા-પંચાયતોમાં 10 ટકા OBC અનામત આપવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશથી ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં OBCની વસ્તીને લઈને બેઠકો અનામત રાખવી પડે. જો કે હવે સરકારે આ માંગ સ્વીકારી એબીસીને 27 ટકા અનામત આપી દીધી છે.