Ahmedabad news: AMC પેટા ચૂંટણી હોય કે પછી ખેલ મહાકુંભ, સ્પોર્ટ્સ ઓથોરિટી ગાંધીનગર હોય, નારી ગૌરવ દિન યુસીડી કે પછઈ ગરીબ કલ્યાણ મેળો હોય, કોઈપણ કાર્યક્રમમાં લોકાર્પણ કાર્યક્રમ હોય તો પણ આ બધી જ જગ્યાએ AMTS બસનો ઉપયોગ થતો તમે જોયો હશે. પરંતુ હવે જે ખોટનો આંકડો બહાર આવ્યો છે તે જોઈને તમારી આંખો પહોળી થઈ જશે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS દર વર્ષે રૂ. 300 કરોડ રૂપિયાની ખોટમાં ચાલે છે.
જો કે ખોટમાં ચાલે એના એક નહીં પણ અનેક કારણો સામે આવ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, AMTSને ખોટમાં ચલાવવામાં ખુદ સરકારી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સૌથી મોટા જવાબદાર છે. જો 2021ની વાત કરીએ તો AMCની પેટાચૂંટણીમાં AMTS બસોને દોડાવી હતી. કલેક્ટર કચેરીમાં AMTS દ્વારા કુલ રૂ. 15. 89 લાખ બિલની રકમ મુકવામાં આવી છે. જેમાં રૂ. 1.15 લાખ જ આપ્યા છે, હજુ પણ 14.73 લાખ ચુકવવામાં આવ્યા નથી. રૂ. 72.10 લાખ હજી સુધી AMTSને આપવામાં આવ્યા નથી.
ત્યારબાદ લોકાર્પણના કાર્યક્રમોમાં 316 બસો મોકલાવી હતી. જેનું બિલ રૂ. 23.85 લાખ થાય છે, જે હજી સુધી ચૂકવવામાં આવ્યું નથી. વર્ષ 2022માં ખેલ મહાકુંભમાં 183 જેટલી બસો લેવાઈ હતી. જેનું રૂ. 14.73 લાખ જેટલું બિલ પણ હજી સુધી ચૂકવાયું નથી. હવે તમે જ વિચારો કે સંસ્થાનું આમાં કઈ રીતે ભેગું થાય.
જ્યારે આ અંગે AMTS કમિટીના ચેરમેન વલ્લભ પટેલ સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે મારે તપાસ કરવી પડશે. હું અત્યારે બહાર છું. કોર્પોરેશનના કાર્યક્રમમાં જે બસ મોકલવામાં આવે છે, તેના બીલની રકમ કોર્પોરેશનની લોનની રકમમાં જમા ખર્ચીમાં બતાવવામાં આવે છે. જેથી ચૂકવવાના હોતા નથી. સરકારના કાર્યક્રમમાં જે બસ મોકલીએ એના કલેકટરને મોકલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ હાલમાં 3,861 કરોડ રૂપિયાનું દેવું છે. દૈનિક રૂ. 82 લાખની AMTS ખોટ કરે છે.
28 ફેબ્રુઆરીએ એક પણ બસ અમદાવાદમાં નહીં આવવા દેવાની ધમકી, સુરતનો વિવાદ ચારેકોર ભડકે બળ્યો
કરોડોની એક પછી એક ડીલમાંથી અદાણીની પાછી પાની, બધું ધોવાઈ ગયું, હવે ખાલી આટલી જ સંપત્તિ બચી
આટલા કરોડોનો ખર્ચ, 101 ફૂટની ઉંચાઈ, આલિશાન મુર્તિ… હવે અયોધ્યામાં બનશે CM આદિત્યનાથ યોગીનું મંદિર
જો કે જોવા જેવી વાત તો એ છે કે એકતરફ મુસાફરોની પ્રવાસની ભીડ બાદ આ રીતે ભાડા પર લેવાતી બસોની આવકથી AMTS બસને ખુબ જ ફાયદો થાય છે. પરંતુ ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો AMTSને બિલ નથી આપતા અને ખોટમાં જ ચાલી રહી છે.