Weather Update: ગુજરાતમાં હાલમાં ચારેકોર વરસાદ તો વરસી જ રહ્યો છે. આવા વાતાવરણમાં આગામી 4 દિવસ વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર પડવાની સંભાવના છે. તેથી વરસાદની શક્યતા છે.
આજે સવારની જ વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લામાં વાદળો ઘેરાઇ આવ્યા હતા. કપરાડાના નાનાપોંઢા અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. શનિવારે રાજ્યના મોટા ભાગના શહેરના તાપમાન 40 ડિગ્રીની નીચે રહેતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. માવઠાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ચાર દિવસ છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવના છે.
હવમાન વિભાગે પોતાની આગાહીમાં વાત કરી કે એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવી રહ્યો છે. આજથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડશે, પરંતુ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે.
અમર આત્માઓ: હનુમાનજી એક જ નહીં કળિયુગમાં આટલા લોકો હજુ પણ જીવે છે, જોઈ લો આ દિવ્ય પુરુષોની યાદી
આ બેંક વેચવાની જોરદાર તૈયારી, બરાબર એ પહેલા જ આવ્યા મોટા સારા સમાચાર, સરકાર પણ ખુશ! તમે પણ જાણી લો
આજની આગાહી પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી અને દમણ તથા દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવે એવી શક્યતાઓ છે.