Ahmedabad News: અમદાવાદથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અમરાઈવાડી વિસ્તારમાં શૈલેષ ચાવડાના નામના યુવાને પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને જીંદગીનો અંત આણ્યો હતો. નારોલમાં 18 વર્ષીય યુવતીએ સાંજના સુમારે પાઈપ સાથે સાડીને બાંધીને આત્મહત્યા કરી હતી. બાપુનગરમાં ગઈકાલે સાંજે અગમ્યા કારણોસર મહિલાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. શહેરમાં એક જ દિવસમાં 4 આપઘાતના બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં એક જ દિવસમાં ચાર આપઘાતના કિસ્સા સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો અમદાવાદના કૃષ્ણનગર, અમરાઈવાડી, બાપુનગર અને નારોલમાં આપઘાતના બનાવો બન્યા છે. મોટા ભાગના ગળેફાંસો ખાઈને આપઘાતના કિસ્સા જ છે. અમરાઈવાડી વિસ્તારમાં શૈલેષ ચાવડા નામના યુવાને પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું છે.
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ હદ વટાવી દીધી, શરમજનક નિવેદન આપતા કહ્યું- ભાજપને મત આપે એ બધા રાક્ષસ….
મેઘરાજાએ તબાહી સર્જી, 24 કલાકમાં જ હિમાચલમાં 21 મોત, શાળા-કોલેજો બંધ, હાઈવે બંધ, જ્યાં જુઓ ત્યાં મોતનું જ જોખમ!
એ જ રીતે વાત કરવામાં આવે તો નારોલમાં એક યુવતીએ પાઈપ સાથે સાડી બાંધીને આપઘાત કર્યો છે. તો બાપુનગરમાં અગમ્ય કારણોસર મહિલાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ ઉપરાંત શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક વ્યક્તિએ ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કર્યો છે. હવે આ ચારેય કિસ્સામાં તપાસ ચાલી રહી છે.