Unclaimed Deposit: દાવા વગરની થાપણો એટલે કે ભારતીય બેંકોમાં દાવા વગરની થાપણો વધી રહી છે. તાજેતરમાં, નાણા રાજ્ય પ્રધાન ભગવત કે કરડે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, માર્ચ 2023 સુધીમાં, બેંકોમાં દાવા વગરની થાપણોની રકમ 28 ટકાના વાર્ષિક વધારા સાથે 42,270 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
કરાડે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-2022માં જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોમાં 32,934 કરોડ રૂપિયાની દાવા વગરની થાપણોની સરખામણીમાં, માર્ચ 2023ના અંતે આ રકમ 28 ટકા વધીને રૂપિયા 42,272 કરોડ થઈ છે. માર્ચ 2023 ના અંત સુધીમાં, જાહેર ક્ષેત્રની બેંકોમાં 36,185 કરોડ રૂપિયાની દાવા વગરની થાપણો હતી, જ્યારે 6,087 કરોડ રૂપિયા ખાનગી ક્ષેત્રની બેંકો પાસે હતી.
જો તમારા પૈસા બેંકના બચત અથવા ચાલુ ખાતામાં 10 વર્ષથી રાખવામાં આવ્યા છે પરંતુ તમે આ સમગ્ર સમય દરમિયાન તેમાં કોઈ વ્યવહાર કર્યો નથી, તો આ ખાતાને દાવા વગરની થાપણ તરીકે ગણવામાં આવશે. તેવી જ રીતે, જો તમે FD, RD અથવા અન્ય કોઈપણ પ્રકારના બચત/રોકાણ ખાતામાં પડેલી રકમને મેચ્યોરિટીના 10 વર્ષની અંદર ઉપાડતા નથી, તો પણ તે દાવા વગરની થાપણ બની જશે. બેંક આ ખાતાઓમાં પડેલી રકમ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ (DEA) ફંડમાં જમા કરે છે. DEA ની દેખરેખ RBI દ્વારા કરવામાં આવે છે.
દાવા વગરની થાપણોની તપાસ અને દાવો કેવી રીતે કરવો?
સેન્ટ્રલાઈઝ્ડ વેબ પોર્ટલ ઉદગમ (UDGAM) આરબીઆઈ દ્વારા ઓગસ્ટ 2023 માં દાવો ન કરાયેલ થાપણોના યોગ્ય માલિકોને શોધવા માટે શરૂ કરવામાં આવ્યું હતું.
સૌથી પહેલા https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/register પર જાઓ.
નોંધણી માટે જરૂરી માહિતી દાખલ કરો.
પાસવર્ડ સેટ કરો અને કેપ્ચા કોડ દાખલ કરો.
તમારા ફોન પર મળેલ OTP દાખલ કરો.
આવતા વર્ષે 2024માં બેંકોમાં રજાઓની ભરમાર, જાણો તારીખ સાથે કયા કયા દિવસે બેંકો રહેશે બંધ?
એકવાર નોંધણી થઈ જાય, પછી UDGAM પોર્ટલ પર લૉગિન કરો.
એકાઉન્ટ ધારકનું નામ દાખલ કરો અને સૂચિમાંથી બેંક પસંદ કરો.
ખાતા ધારકનો PAN, મતદાર ID, લાઇસન્સ અથવા પાસપોર્ટ નંબર દાખલ કરો.
આ પછી સર્ચ બટન પર ક્લિક કરો.
જો તમારા નામે કોઈ દાવા વગરની ડિપોઝીટ હશે તો તે સ્ક્રીન પર દેખાશે.