હવામાન વિભાગની મોજ કરાવતી આગાહી, કાલથી સતત 5 દિવસ આખું ગુજરાત જળબંબાકાર થશે, અનરાધાર વરસાદ પડશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : ગુજરાતના (Gujarat) મોટાભાગના શહેરોમાં ઓગસ્ટ મહિનો વરસાદને અભાવને લઈને કોરોધાકોડ રહ્યા બાદ હવે સપ્ટેમ્બર મહિનાના પણ પંદર દિવસ વીતવા છતાં વરસાદના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી. જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી છે. ખેતીના પાક પણ  મુળઝાઈ રહ્યા છે. ત્યારે વરસાદની આતુરતાપૂર્વક કાગડોળે રાહ જોતા ધરતીપુત્રો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવતીકાલથી રાજ્યમા મેઘરાજા સટાસટી બોલાવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 16 થી 18 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા

દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. 16 સપ્ટેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે 17 સપ્ટેમ્બરે આણંદ, પંચમહાલ, દાહોદ અને તાપીમાં વરસાદ ની સંભાવના જોવા મળી રહી છે. તે જ રીતે 18 સપ્ટેમ્બરે અમરેલીમાં ભારે અને અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. વધુમાં અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.

 

ગુજરાતમાં 900 થી વધુ પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક, રાજ્ય વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી

Weather Warfare શું છે? મોરોક્કોમાં ભૂકંપના કારણે હજારો લોકોના મોત, શું આ કાવતરું હતું, અકસ્માત પહેલા વિચિત્ર પ્રકાશે ઉભા કર્યા પ્રશ્નો

મહિલા પત્રકાર ટીવી પર લાઈવ હતી, પાછળથી એક યુવક આવ્યો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવા લાગ્યો, વીડિયો થયો વાયરલ

 

ખેડૂતોમાં ખુશી જોવા મળી

મહત્વનું છે કે બે દિવસથી રાજ્યના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહુવા પંથકના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડતા ખેતરોમાં મુરઝાતા પાકને જીવનદાન મળ્યું છે. વધુમાં ભરૂચ અને અંકલેશ્વરમાં પણ ભારે ઉકડાટ બાદ સાંજના સમયે વરસાદ પડ્યો હતો. સાથે સાથે અમરેલીના ખાંભા અને ગીર ખાંભા-ગીરના ડેડાણ ગામ, રાયડી, પાટી,નેસડી,મુંજીયાસર,જીવાપર,ત્રાકુડા સહિતના ગામમાં વરસાદ પડતા લાંબા સમય બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.

 


Share this Article