હનુમાન જયંતી આવી ગઈ છે ત્યારે સાળંગપુર ધામ ધમધમી રહ્યું છે. અહીં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે.
આ હનુમાન જયંતીના આગલા દિવસે હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી દેશની પહેલી મૂર્તિ ‘કિંગ ઓફ સાળંગપુર’નું સાંજે 4 વાગ્યે વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસ અને સંતો દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.
ભક્તો પણ આ ભવ્ય મુર્તિના દર્શન ત્યાર પછી જ કરી શકશે. હાલમાં આ ભવ્ય મુર્તિની ચારેકોર ચર્ચા થઈ રહી છે અને તસવીરો વાયરલ થઈ રહી છે.
સાળંગપુર ધામમાં હાલમાં કંઈક અનોખો જ નજાનો જોવા મળી રહ્યો છે. સાળંગપુર ધામમાં ભગવાન શ્રી હનુમાનજી એટલે કષ્ટભંજન દેવ બિરાજે છે જે સૌની મનોકામના પુરી કરે છે.
અહીં હનુમાનજીની પંચધાતુની કષ્ટભંજન દેવની મુર્તીનું વિશાળ નિર્માણ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. બોટાદમાં મંદિર પાસે સાળંગપુરના દાદાની મૂર્તી સ્થાપિત થશે એટલે કંઈક અલગ જ નજારો જોવા મળશે. 54 ફુટની આ વિશાળ પ્રતિમા 7 કિમી દુરથી પણ દેખાશે.
પંચધાતુમાંથી બનાવવામાં આવેલી આ મુર્તિના દર્શન કરીને દાદાના ભક્તો ધન્ય ધન્ય થઈ જશે. આ મુર્તિ મૂળ રાજસ્થાનના નરેશભાઈ કુમાવતે બનાવી છે. તેની અંદરનું સ્ટ્રક્ચર સ્ટીલનું છે. હરિયાણાના ગુરૂગ્રામમાં આ મૂર્તિ આકાર પામી હતી. અને આ મૂર્તિનો વજન 30 હજાર કિલો હશે એવું પણ સામે આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવી છે. ગમે તેવો ભુંકપ આવશે તો પણ અસર થશે નહી. પંચધાતુની થિકનેસ 7.0 એમએમ જેટલી છે.
આ મૂર્તિ – કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્ક્વેર ફૂટમાં આકાર લેશે. દાદાની આ મૂર્તિની ડિઝાઈન અને માર્ગદર્શનમાં કુંડળના જ્ઞાનજીવનદાસ સ્વામીએ માર્ગદર્શન આપ્યું હતું. આ સમગ્ર પરિસરમાં સુંદર ભોજનલાયનું પણ નિર્માણ થયું છે. આખો પ્રોજેક્ટ 1,45,888.49 sq ftમાં ફેલાયેલો છે.
પ્રોજેક્ટના ડીઝાઈનની વાત કરીએ તો એંશિયન્ટ આર્કિટેક્ચર મુજબ કરાઈ છે. આ પ્રોજેક્ટ આર્કિટેક્ટ ચીરાગભાઈ ગોટીએ ડિઝાઇન કર્યો છે.
કિંગ ઓફ સાળંગપરુ પ્રોજેક્ટ 11 રોડના ખર્ચે તૈયાર થશે. અહીં દરરોજના 200-300 કારીગર દિવસના 8 કલાક કામ કરતા હતાં. 30 હજાર કિલોની મૂર્તિ 5,000 વર્ષ અડીખમ રહી શકે એ પ્રકારનું મજબૂત તેનું માળખું છે.
તેના વિવિધ પરિમાણો વિશે પણ માહિતી બહાર આવી છે. મુગટ- 7 ફુટ ઊંચો અને 7.5 ફુટ પહોળો, ગદા 27 ફુટ લાંબી અને 8.5 ફુટ પહોળી, હાથ- 6.5 ફુટ લાંબા અને 4 ફુટ પહોળા હાથના કડા- 1.5 ફુટ ઊંચા અને 2.5 ફુટ પહોળા, પગ- 8.5 ફુટ લાંબા અને 4 ફુટ પહોળા, પગનાં કડા- 1.5 ફુટ ઉચા અને 3.5 ફુટ પહોળા, આભૂષણ- 24 ફુટ લાંબા અને 10 ફુટ પહોળા અને તેના સેન્ટરમાં 17 ફુટ ઊંડો બેઝ રાખવામાં આવ્યો છે.
આ વિશાળ પ્રોજેક્ટમાં હિન્દુ ધર્મની કળા, સંસ્કૃતિ અને ગૌરવની અનુભૂતિ થશે, અહીં 3થી 4 સ્ટેપ્સમાં મૂર્તિ લગાવવામાં આવશે.