હજુ તથ્ય પટેલનો કેસ જરાય ભૂલાયો નથી ત્યાં એક નવો નબીરો હાથમાં આવ્યો છે અને લોકોને ઉડાવી દીધા છે. આ ઘટના સુરતની છે અને નશામાં ધૂત કે કાર ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. લોકોના જણાવ્યા પ્રમાણે કારચાલક દારૂના નશામાં હતો.
જેથી લોકો વધુ ઉશ્કેરાયા હતા અને કારચાલકને માર માર્યો હતો. કાપોદ્રા પીઆઇ એમ.બી. વાછાણીએ જણાવ્યું હતું કે, કારચાલક દારૂના નશામાં હોવા અંગે સ્મીમેર હોસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથે જ ફરિયાદ નોંધવાની પણ તજવીજ ચાલી રહી છે. વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે.
ઘટના કંઈક એવી છે કે કાપોદ્રામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા સ્વિફ્ટ કારના ચાલકે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈકચાલક અને બે રાહદારીને ઉડાવ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ અકસ્માતમાં લોકોએ કારચાલકને પકડી મેથીપાક ચખાડ્યો હતો. આ સાથે જ ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ ‘આ તથ્યનો ભાઈ જ છે’ કહી કડક સજાની માગ કરી હતી.
બન્યું કંઈક એવું કે ઉત્રાણના રાજપૂત ફળિયામાં રહેતો 27 વર્ષીય સાજન પટેલ બર્થડે પાર્ટીમાં દારૂ પીને સ્વિફ્ટ કાર નંબર GJ-05- RR-9995 લઈને રચના સર્કલ જવા નીકળ્યો હતો. જવાહનરનગર ચાર રસ્તા પરથી બેફામ જતા આ યુવકે કાર ધીમી કરવાને બદલે સ્પીડમાં હંકારી હતી. સાજન પટેલ ઉત્રાણમાં રહે છે અને ગાડીઓની લે-વેચનો ધંધો કરે છે. સાજન સ્વસ્થ થતાં પોલીસે તેની ધરપકડ કરી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્નેહ મુદ્રા સોસાયટી પાસે રાત્રે સ્વિફ્ટ કારના ચાલક સાજન પટેલે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈક અને બે રાહદારી સહિત 6 જેટલા લોકોને અડફેટે લઈ ઉડાવ્યા હતા.
અહીં એકદમ સસ્તામાં મળી રહ્યું છે સોનું, રૂપિયાની મોટી બચત થઈ જશે, બસ આટલી શરતો પૂરી કરવી પડશે
હવામાન વિભાગની ડરામણી આગાહી, આજે જુનાગઢમાં ફરીથી મેઘરાજા ધબધબાટી બોલાવશે, અનેક જિલ્લામાં વરસાદની વકી
જો કે એક જોવા જેવી વાત એ પણ છે કે અકસ્માત થવા છતાં કાર ઊભી રાખવાને બદલે સાજન પટેલે ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ કારચાલક સાજન પટેલને પકડ્યો ત્યારે દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. કારચાલકે અંદાજે 20 ફૂટ જેટલા બાઈકચાલકોને ઢસડી નાખ્યા હતા. ત્યારબાદ કારની એરબેગ પણ ખૂલી ગઈ હતી. અકસ્માતના સ્થળથી 25 ફૂટ દૂર કાર રોકાઈ હતી. ત્યારબાદ લોકોએ મેથીપાક પણ ચખાડ્યો હતો. હવે આ ઘટનાની ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે.