તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં શનિવારે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસ હજુ સુધી વિસ્ફોટનું કારણ જાણી શકી નથી.
શનિવારે સવારે થયેલો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકની હોટલની ઇમારત પણ ધરાશાયી થઈ ગઈ હતી, જ્યારે અન્ય ચાર ઈમારતોને આંશિક નુકસાન થયું હતું, જેમાં ઘણા લોકો ફસાઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં 12 ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
#WATCH | Few people feared dead in explosion in firecrackers factory in Krishnagiri district of Tamil Nadu; further details awaited pic.twitter.com/cOImAJy35y
— ANI (@ANI) July 29, 2023
ઘટનાની જાણ થતાં જ ફાયર એન્જિન અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કલાકો સુધી આગ ઓલવવા અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી બચાવકર્તા કાટમાળમાં ફસાયેલા લોકોની કુલ સંખ્યા જાણી શક્યા નથી.
કૃષ્ણાગિરીના પોલીસ અધિક્ષક સરોજ કુમાર ઠાકોરે જણાવ્યું હતું કે પઝાયાપેટ્ટાઈ વિસ્તારમાં રવિ નામના વ્યક્તિની માલિકીની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. ઠાકોરે કહ્યું, “ઓછામાં ઓછા સાત લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે અને અન્ય કેટલાક ઘાયલોને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.”
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, હવે ખરીદવું હોય તો એક તોલાના આટલા હજાર જ આપવાના, જાણી લો નવા ભાવ
ઈન્કમ ટેક્સ ભરનારાઓ માટે સૌથી મોટી ખુશખબર, હવે 10 લાખની આવક પર પણ 1 રૂપિયાનો ટેક્સ નહીં ભરવો પડે!
અત્યારે શાકભાજીના ભાવ ઘટે એવું સપનું પણ ન જોતા, રિપોર્ટ જોઈ લો એટલે બધી આશા પર પાણી ફરી વળશે
ઠાકોરે બાદમાં જણાવ્યું હતું કે અકસ્માતમાં વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્તો અને બચાવેલા લોકોને સારવાર માટે ક્રિષ્નાગિરી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તે જ સમયે, જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે વિસ્ફોટની અસરને કારણે, એક હોટલની ઇમારત સંપૂર્ણ રીતે તૂટી પડી હતી અને આસપાસના ત્રણ-ચાર મકાનોને આંશિક નુકસાન થયું હતું.