ગુજરાતમાં તંત્ર એક્શનમાં, 99 આળસુ અધિકારીઓને ફટાકારાયો 9 લાખનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો

Lok Patrika
By Lok Patrika
Share this Article

સરકારના 99 અધિકારીને 9 લાખનો દંડ કરાયો હોવાના સમાચાર ભારે ચર્ચામાં આવ્યા છે. સામાન્ય રીતે નાગરિકોને જ્યારે સરકાર પાસેથી જાણકારી મેળવવી હોય ત્યારે માહિતી અધિકારના કાયદા એટલે કે RTI નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે સરકારી અધિકારીઓ દ્વારા પૂરતી માહિતી પૂરી પાડવામાં આવતી નથી અને તેઓ પોતાની ફરજ ચૂકે છે, આળસુ થઈ જાય છે. એવામાં છેલ્લા બે વર્ષમાં આવા અધિકારીઓ સામે ફરિયાદ કર્યા પછી 99 અધિકારીઓને માહિતી ન આપવા બદલ 2 હજારથી લઈને 25 હજારનો દંડ પણ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે.

હાલમાં સામે આવતી માહિતી પ્રમાણે આ 99 અધિકારીઓ પાસેથી કુલ દંડની રકમ 8.90 લાખ રૂપિયા વસૂલવામાં આવી છે. જે વાત હવે કોઈથી છુપી રહી નથી અને જનતા પણ ખુશીનો માહોલ છે કે હવે આ દંડ બાદ કદાચ સરકારના અધિકારીઓ સુધરી જાય અને લોકોના પ્રશ્નોના સરખા જવાબ આપે. ગુજરાત માહિતી આયોગને વર્ષ 2021-22 દરમિયાન 6833 અપિલ અને 936 ફરિયાદ સાથે કુલ 7769 અરજીઓ મળી હોવાનું સામે આવ્યું છે.

બાગેશ્વર ધામમાં મહિલા રડતી રડતી આવી અને કહ્યું- બાળક પેદા નથી થતા, ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યો ચમત્કારી ઉપાય

વાહ ધન્ય છે: ભારતનું એકમાત્ર એવું ગામ જ્યાં ક્યારેય ચોરી જ નથી થતી, દુકાનો કે બેંકોને પણ તાળાં નથી માર્યા

નીરજ ચોપરાનો મોટો ખુલાસો, બિન્દાસ જણાવ્યું-કઈ મહિલા ક્રિકેટરને પસંદ કરે છે, યાદ આવી પહેલી યાદગાર મુલાકાત

જો વાત કરીએ વર્ષ 2020-21ની તો એમાં 6830 માટે અપીલ-ફરિયાદ મળી છે. આયોગને મળેલી અરજીઓ પૈકી 7435 અપીલ-ફરિયાદનો ચુકાદો આપ્યો છે જ્યારે 334 અરજીઓનો નિકાલ બાકી છે. ત્યારે હવે આ જેની જેની આળસના લીધે જવાબો નહોતા મળ્યા એવા 99 અધિકારીઓને રડાર પર લઈને સરકારે કાર્યવાહી કરી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly