માવઠાંએ તો ખરેખર મારી નાખ્યા, મરચાનો ભાવ ખાડામાંથી સીધો પર્વતની ટોચ પર, ગૃહિણીઓ ચોધાર આંસુએ રડી રહી છે

Lok Patrika
By Lok Patrika
Share this Article

મોંઘવારી શબ્દ હવે લોકોના જીવનમાં સરખી રીતે ગુંથાઈ ગયો છે. હાલ જે રીતે દૂધ, ગેસ, અને હવે મસાલા જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. લાગે છે કે એક દિવસ ખાવાનું હરામ થઈ જશે, પરંતુ મોટાભાગના લોકોની આવકમાં તો કોઈ વધારો થયો નથી. ત્યારે મોંઘવારીથી ત્રસ્ત લોકો એવું ઈચ્છી રહ્યા છે કે, મોંઘવારી કાબૂમાં લેવા માટે સરકારે કોઈ પગલાં ઉઠાવવા જોઈએ. ત્યારે હવે ફરીથી સમાચાર સામે આવ્યા છે કે મરચાના ભાવમાં દોઢો વધારો થયો છે.

આ વર્ષે કમોસમી વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોનો પાક બગડી ગયો છે અને જેના કારણે મરચાના ભાવ પણ બમણા થઈ ગયા છે. જો જેતપુરની વાત કરીએ તો મરચા સહિત મસાલાનાં ભાવ એકાએક ઉંચકાતા ગૃહિણીઓનું બજેટની પથારી ફરી ગઈ છે. ત્યારે જે મરચું ગયા વર્ષે 200થી અઢીસો રૂપિયામાં મળતું હતુ તે આ વર્ષે પ્રતિકિલો ત્રણસોથી ચારસો રૂપિયા મોંઘું થતાં લોકોની રાડ ફાટી ગઈ છે. જેના કારણે તેની સીધી અસર ખરીદી પર જોવા મળી રહી છે અને માર્કેટ ઉંચુ જતું રહ્યું છે અને લોકો પણ હવે ખરીદવા નથી આવી રહ્યા.

આખા વર્ષના મસાલા ભરવાની હાલ સિઝન ચાલી રહી છે. પરંતુ ગૃહિણીઓ મુંઝાઈ રહી છે. કારણ કે અત્યારે મરચાના ભાવની તીખાસ ડબલ થઈ ગઈ છે. ત્યારે આમદની અઠ્ઠની અને ખર્ચા રૂપૈયા જેવો ઘાટ સર્જાયો છે. અન્ય મસાલાની વાત કરીએ તો હળદળ, જીરું, ધાણા રાઈ સહિતના મસાલાના ભાવમાં દોઢગણો વધારો થઈ ગયો છે.

આખા ગુજરાતમાં સામાન્ય જનતા અને ખેડૂતોને હેરાન પરેશાન કરી રહેલ માવઠું હવે વધારે એક ઘાતક સમાચાર સામે લઈને આવ્યું છે. આ સમાચાર એટલે કે તમારી રોટલી હવે મોંઘી બની જશે. રાજ્યમાં ભર ઉનાળે થઇ રહેલા માવઠાનો માર હવે મોંધવારી પર પણ જોવા મળી રહ્યો છે. કારણ કે માવઠાને લીધે પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને ઘઉંના ભાવમાં 40 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.

શા માટે દર વર્ષે ટોલના દરો વધે, શું છે સરકારની નીતિ? કોને મળે છે છૂટ? જાણો ટોલ ટેક્સને લઈ જરૂરી બધી જ વાતો

યાત્રીગણ કૃપયા ધ્યાન દે… ટ્રેનમાં ચડતા જ તમને મળે છે 5 અધિકાર, 99 ટકા લોકોને ખબર જ નથી, મુસાફર બની જાય રાજા

વિશ્વની સૌથી મોંઘી કેરી, 1 કિલોના ભાવમાં 4 તોલા સોનું આવી જાય! 1 પીસ ખરીદવા માટે પણ પરસેવો પડી જશે

ગુજરાતમાં જોવામાં આવી રહ્યું છે કે એક પછી એક માવઠાથી કેરી અને ઘઉં ઉપરાંત રવિ પાકને નુકસાન થયું છે. દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં ઘઉંની સિઝનને પગલે ખરીદી કરાતી હોય છે. ખાસ કરીને તેની અસર બારે માસની ખરીદી પર પણ પડી રહી છે. આ સિઝન દરમિયાન ગૃહિણીઓ પણ હેરાન થઈ રહી છે. આવા સમયે ઘઉંના ઊંચા ભાવની અસર ખરીદી પર પણ ધ્યાને આવી છે. ઘઉંની વિવિધ ક્વોલિટીના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂપિયા 900 સુધીનો વધારો જોવા મળી રહ્યો છે જે લોકોના બજેટની પથારી ફેરવી રહ્યું છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly