મારી પત્નીને એકપણ રૂપિયો ના આપતા, માતા-પિતાને… આરોગ્યકર્મીએ 2 સંતાનો સાથે કેનાલમાં પડતું મૂક્યું, વાંચો સુસાઈડ નોટ

Desk Editor
By Desk Editor
Share this Article

India News : ગાંધીનગરના દેહગામમાંથી  કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં પત્ની અને સાસરીયાઓના ત્રાસથી તંગ આવી જઈ આરોગ્ય કર્મીએ કેનાલમાં જંપલાવી મોતને વ્હાલું કરી લીધું હતું. જેનો બહીયલ નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની કરુંણતાએ છે કે યુવાને બે ફૂલ જેવા સંતાનો સાથે કેનાલમાં પડતું મૂકી જીવન ટૂંકાવી લેતા પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે.

 

આરોગ્યકર્મીએ આ અંતિમ પગલું ભરી લેતા પહેલા કાળજું અને કલમ ધ્રુજી જાય તથા કઠણ કાળજાનો માણસ પણ ચોધાર આસુએ રોઈ પડે તેવી કરુણ સુસાઇડ નોટ લખી છે. જેમા પત્ની અને સાસરિયાઓના ત્રાસનો ઉલ્લેખ કરાયો હતો. જેને લઈને પોલીસે હાલ પત્ની અને સાસરીયાઓ સામે ગુનો નથી તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.

હૈયું ચિરાઈ જાય તેવા ભારે ખમ કરુણ શબ્દમાં યુવાને લખ્યું હતું કે “સોરી મમ્મી, પપ્પા, ભાઈ અને બહેન હું આજે તમારાથી સદાયને માટે દૂર થઈ રહ્યો છું. આ ચિઠ્ઠી વાંચીને તમને ખૂબ જ દુઃખ થશે પણ હું શું કરું? મારી પત્ની રાધિકા, મારી સાસુ સુખીબેન અને મારા સાળા અલ્પેશ સિંહના ત્રાસથી મારે આ પગલું ભરવું પડ્યું છે, મારી પત્ની ઘરમાં રાતને દિવસે સતત ઝઘડા જ કર્યા કરતી હતી! જે કામ સ્ત્રીઓ કરવાનું હોય તે કામ મારી જોડે કરાવતી!

 

મારી પત્નીએ મને મારું ગામ છોડાવ્યું, મારા માતા-પિતા, ભાઈ અને બહેનને પણ છોડાવ્યા, મારું કુટુંબ છોડાવ્યું એ તો ઠીક હું છોડી દઉં તેમ છતાંય તે ઝઘડા કરતી અને મારા ઘરમાં કોઈ બીજા મારા સંબંધી આવે તો પણ એ મને ઝઘડતી હતી! મને પણ ત્યાં ન જવા દે ને માતાપિતા કે કોઈ આવે તો પણ તે ઝઘડા કરતી હતી!  વધુમાં મારા સાસરિયામાં મારા સાસુ અને શાળાને ફોન કરીને ના કહેવાનું પણ બધું કહી દેતી એટલે મારો સાળો મને ફોન કરીને અથવા રૂબરૂ આવીને વારંવાર ધમકીઓ આપતો રહેતો હતો.

તે કહતો હતો કે પોલીસ કેસ કરી ભરણપોષણનો દાવો કરું? તને ત્યાં આવીને મારું? સાથે સાથે બાજુમાં રહેતા પ્રજાપતિ કમલેશભાઈ તથા સુરેશભાઈને પણ ફોન કરીને કહે કે ચેતનસિંહને તો હું કેસ કરું ભરણપોષણનો દાવો મુકુ, ત્યાં આવીને મારું આવું કહેતા હતા. પણ મારી એક વિનંતી છે આ ખાલી માહિતી આપું છું પણ આ બંને ભાઈઓ કમલેશભાઈ અને સુરેશભાઈ નો કોઈ વાંક નથી તેને તો મારું ઘર સારી રીતે ચાલે તે માટે પ્રયત્નો કર્યા પણ મારી પત્ની ન માની!

આ લોકોએ મને એટલો બધો ત્રાસ આપ્યો કે હું કેટલું લખું. બધું લખવા બેસુ તો પાનાના પાના ભરાઈ જાય. પણ હું ટૂંકમાં લખીને બતાવું છું મારી સરકારને નમ્ર વિનંતી કે મારી પાછળ જો કોઈ પૈસા આવવાના હોય તો મારા માતા-પિતાને આપજો! બસ હું બે હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું કે જે વ્યક્તિના કારણે આ પગલું ભરું છું તેને તો ના જ મળવા જોઈએ. સોરી મમ્મી, પપ્પા ભાઈ તથા બહેન તથા કુટુંબીજનો અને ગ્રામજનો મિત્ર સગા સંબંધીઓ.

 

જાવ મોજ કરો: પેટ્રોલ પર કેન્દ્રીય મંત્રી ગડકરીની મોટી જાહેરાત, 15 રૂપિયા પ્રતિ લિટરમાં મળવા લાગશે પેટ્રોલ

પેશાબ કાંડના આરોપી પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર ચાલશે, નરોત્તમ મિશ્રાએ આપ્યો સણસણતો જવાબ

અકસ્માતના સમાચાર વચ્ચે શાહરૂખ ખાન ભારત પરત ફર્યો, સર્જરી બાદ ન તો પાટો કે ન તો ટાંકા દેખાયા


Share this Article