અન્ય ક્રિકેટરો માટે પણ એમએસ ધોનીએ ક્રિકેટના મેદાનમાં જે પરાક્રમ કર્યા છે તેની નજીક આવવું ખૂબ મુશ્કેલ છે. ધોનીના જીવન પર આધારિત ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ તેના તમામ ચાહકોએ જોઈ છે. આ ફિલ્મ દ્વારા ચાહકોને ધોનીના જીવનના અજાણ્યા પાસાઓને જાણવાનો મોકો મળ્યો. આ ફિલ્મ બાદ ધોનીની લવ લાઈફ પણ ચર્ચાનો વિષય બની હતી. ફિલ્મની રિલીઝ પહેલા બહુ ઓછા લોકો જાણતા હતા કે એમએસ ધોનીની પણ એક ગર્લફ્રેન્ડ હતી, જોણે કાર અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આજે અહી ધોનીની પહેલી ગર્લફ્રેન્ડ વિશે વાત કરવામા આવી રહી છે. ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં બતાવવામાં આવ્યું હતું કે તેની પ્રિયંકા નામની ગર્લફ્રેન્ડ હતી, જેનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. કહેવાય છે કે કરિયરના શરૂઆતના દિવસોમાં જ્યારે ધોની ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે પ્રિયંકા ઝાએ તેને સપોર્ટ કર્યો હતો.
ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ધોનીની ટીમ ઈન્ડિયામાં પસંદગી થયા બાદ બંનેની મુલાકાત થાય છે અને બંને પ્રેમમાં પડે છે. ધોની અને પ્રિયંકા એકબીજાની ખૂબ જ નજીક હતા અને તેઓ લગ્ન પણ કરવા માંગતા હતા, પરંતુ પ્રિયંકાનું એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. જ્યારે પ્રિયંકા સાથે આ અકસ્માત થયો ત્યારે ધોની વિદેશ પ્રવાસ પર ક્રિકેટ રમી રહ્યો હતો, પરંતુ પરત ફરતી વખતે જ્યારે તેને પ્રિયંકા વિશે ખબર પડી તો તે સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો.
સાક્ષી સાથે લગ્ન કરતા પહેલા એમએસ ધોનીએ બોલિવૂડની 4 અભિનેત્રીઓને ડેટ કરી હતી. ધોનીની ફિલ્મમાં તેની ગર્લફ્રેન્ડનું પાત્ર અભિનેત્રી દિશા પટાનીએ ભજવ્યું છે અને ફિલ્મમાં દિશાની માસૂમિયતે બધાને દિવાના બનાવી દીધા હતા. ફિલ્મ રિલીઝ થયા બાદ ઘણા ફેન્સ ધોનીની ગર્લફ્રેન્ડ પ્રિયંકાનો ફોટો સર્ચ કરવા લાગ્યા હતા. આ દરમિયાન અમે ધોનીની પહેલી ગર્લફ્રેન્ડ પ્રિયંકા ઝાનો ફોટો સામે આવ્યો છે જેમાં તે ધોની સાથે બેઠી છે.