બિપોરજોય વાવાઝોડાએ રૌદ્ર સ્વરુપ ધારણ કરવાનું શરુ કર્યું છે અને જૂનાગઢ જિલ્લાના માંગરોળ તેમજ ચોરવાડનો દરિયો ગાંડોતુર બન્યો છે અને 10થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાકાંઠે રહેતા માછીમાર ભાઈઓના ઝૂપડા સુધી દરિયાના પાણી પહોંચી ગયા હતા. જેને લઇ ત્યાંના લોકોમાં ગભરાટ ફેલાયો છે અને જો હજુ વધુ પવનની ઝડપ વધે તો સ્થળાંતર કરવાની પણ ફરજ પડી શકે તેમ છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળીયા હાટીનાના અંદાજીત 47 જેટલા ગામોને એલર્ટ કરાયા છે અને માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સુચના આપી દેવામાં આવી છે. માંગરોળ બંદર પર બોટોના લાંગરી દેવામાં આવી છે અને એક પણ બોટ હાલ દરિયામાં નથી. પવનની ગતિ અને ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.
હાલ કોઈપણ પ્રકરની જાનહાની તેમજ કોઈ પશુઓના મોત ના થાય તે માટે તંત્ર દ્વારા 25 જેટલા સેલટર હોમ ઉભા કર્યા છે અને ત્યાં તમામ પ્રકરની સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા જૂનાગઢ જિલ્લાના વાવાઝોડાની સમીક્ષા કરવા આવ્યા હતા. કલેકટર તેમજ તમામ શાખાના અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી અને ત્યાર બાદ જિલ્લા આપત્તિભવન ખાતે પહોંચી ત્યાં જિલ્લાની તમામ માહિતીઓ મેળવી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ પણ વાંચો
Breaking News: જૂનિયર મહિલા હોકી ટીમે એશિયા કપ 2023 જીત્યો, ભારતીય ટીમે સાઉથ કોરિયાને 2-1થી હરાવી
વાવાઝોડાને લઈ જાણો આખો ઈતિહાસ, જાણો વાવાઝોડું કઈ રીતે આવે? કઈ રીતે નુકસાન કરે? બધી જ
જૂનાગઢ જિલ્લામાં માંગરોળ અને ચોરવાડના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને તારીખ 14 અને 15એ ભારે પવન અને વરસાદની આગાહી હોવાથી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોને ડરવાને બદલે સાવચેત રહેવા આપીલ કરવામાં આવી છે. હવે બિપોરજોય વાવઝોડું કેવો વિનાશ વેરશે તે જોવાનું રહ્યું. દરિયાકિનારે પોલીસ પહેરો તૈનાત કરવામાં આવ્યો છે.