આખા દ્વારકામાં નકરું અંધારુ, 700 વીજપોલ ઉખડી ગયા, વૃક્ષો પણ ધરાશાયી, હજુ તો 4 કલાક આવો જ વિનાશ શરૂ રહેશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
harsh sanghvi
Share this Article

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ ઠેર ઠેર તબાઈ મચાવી દીધી છે. દરિયાના તટિય વિસ્તારમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. જેના પગલે અનેક મહાકાય વૃક્ષો ધરાશાયી થયા છે તો કેટલીક જગ્યા વીજ પોલ પણ પડી ગયા છે. દ્વારકામાં બિપરજોય વાવાઝોડુંના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો ધરાશાયી ઘટના સ્થળોની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ મુલાકાત કરી હતી અને ધરાશાયી વૃક્ષો રોડ પરથી હટાવવાની કામગીરીનું નિરક્ષણ કર્યું હતું

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ ઠેર ઠેર તબાઈ મચાવી દીધી છે. દરિયાના તટિય વિસ્તારમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. જેના પગલે અનેક મહાકાય વૃક્ષો ધરાશાયી થયા છે તો કેટલીક જગ્યા વીજ પોલ પણ પડી ગયા છે. દ્વારકામાં બિપરજોય વાવાઝોડુંના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો ધરાશાયી ઘટના સ્થળોની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ મુલાકાત કરી હતી અને ધરાશાયી વૃક્ષો રસ્તા પરથી હટાવવાની કામગીરીનું નિરક્ષણ કર્યું હતું.

harsh sanghvi

અંદાજે 700 વિજપોલ પડ્યા

હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, 700 જેટલા વિજપોલ પડ્યા છે તેમજ અસંખ્ય વૃક્ષ ધરાશાયી થયા છે. ત્રણ લોકો ઇજા થઇ છે જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમણે વધુમાં અપીલ કરતા જણાવ્યું હતું કે, બને તો બધા એક દિવસ ઘરમાં રહો અને સુરક્ષિત રહો. તેમણે કહ્યું કે, અમારી સરકારી ટીમ સતત કામગીરી કરી રહી છે. કોઈ મોટી જાનહાની નથી.

harsh sanghvi

દ્વારકાધીશ મંદિરમાં વિષ્ણુ યજ્ઞ શરુ કરાયો

વાવાઝોડાના પગલે દ્વારકામાં વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થયા છે. દિવાલો તૂટી, રસ્તાઓ પરના હોર્ડિંગ, મકાનોના છાપરાઓ ઉડ્યા છે. ઓખા જેટીએ દરિયો ગાંડોતૂર બનતા લાંગરેલી બોટ ઊંધી વળી ગઈ હતી. દરિયાએ રૌદ્ર સ્વરૂપ દેખાડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. દ્વારકાના ગોમતીઘાટ પાસે પાણીનું સ્તર વધતા ગોમતીઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આવી આફત સામે સમગ્ર ગુજરાત લડી રહ્યું છે ત્યારે વાવાઝોડા સામે રક્ષણ માટે દ્વારકાધીશ મંદિરમાં વિષ્ણુ યજ્ઞ શરુ કરાયો છે.

action

ભાટીયા ગામમાં મકાનના પતરા ઉડ્યા

દ્વારકાના ભાટીયા ગામમાં તેજ પવન ફૂંકાયો છે તેમજ વરસાદી ઝાપટા વરસ્યા છે. વાવાઝોડાની અસરથી મકાનના પતરા ઉડ્યાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો

જય હો ગુજરાત! સાઈક્લોન વોર્નિંગ સિસ્ટમ, શેલ્ટર હોમ… ચક્રવાતના વિનાશથી લોકોને બચાવવા માટેનું મહાન અભિયાન

મહા વાવાઝોડું ગુજરાતની ધરતીને ટકરાઈ ગયું, આ રીતે ધીરે ધીરે વિનાશ વેરાશે, આવું હશે તબાહીનું દ્રશ્ય, જાણો બધુ જ

હે કચ્છવાસીઓ સાવધાન થઈ જાઓ, આગામી 5 કલાક આંખ સામે તબાહી મચી જશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું

ઓખામાં સમુદ્ર ગાંડોતૂર બન્યો

દ્વારકાના ઓખામાં સમુદ્ર ગાંડોતૂર થયો છે. દાલડા બંદરમાં સમુદ્રી પાણી ઘુસ્યા છે. રહેણાંક વિસ્તારોમાં સમુદ્રના પાણી ફરી વળતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.


Share this Article
TAGGED: , ,