જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. કડિયાવાડ વિસ્તારમાં શાક માર્કેટ નજીક હોવાથી 6 લોકો અંદર દટાયા હોવાની શંકા છે, જેમાં 4 વ્યક્તિનાં મોત થયાં છે, જે તમામના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે. તેમજ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
બિલ્ડિંગની બાજુમાં આવેલી કોલ્ડ ડ્રિંક્સની દુકાન પૂરેપૂરી બિલ્ડિંગ નીચે દબાયાની ઘટના સામે આવી છે.દુકાનના માલીકે આ અંગે જણાવ્યું હતું કે, ધરાશાયી થયેલી બિલ્ડિંગની બાજુમાં મારી દુકાન આવેલી છે. જેનું નામ મારૂતી કોલ્ડડ્રિંક્સ છે. આ આખી દુકાન પણ બિલ્ડિંગ સાથે પડી ગઈ છે. હું દુકાનમાં હતો ત્યારે મને પોપડા પડવાનો અવાજ આવ્યો એટલે હું જોવા બહાર નીકળ્યો. ત્યારે આખી બિલ્ડિંગ ધરાશાયી થઈને મારી દુકાન પર પડી ગઈ.
એક જ પરિવારના ત્રણ લોકો સહિત 4 લોકોના મોત થયા છે. રિક્ષામાં બેસી પરિવાર શાકભાજી લેવા ગયો હતો અને મકાન ધરાશાયી થતા જીવ ગુમાવ્યાં હતા. પોલીસતંત્ર અને લોકો દ્વારા કલાકોથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે.
ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. જેમાં એક ચા વાળા ભાઈ તેમજ એક જ પરિવારના ત્રણ લોકો જે રિક્ષામાં હતા તે તમામના મૃતદેહો કાઢવામાં આવ્યાં છે. હવે અંદર કોઈ હોય તેવી શક્યતા નથી.
વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા આ મંદિરનું રહસ્ય, આ મંદિર 1000 વર્ષથી પાયા વગર ઊભું છે.
2025 સુધી આ 3 રાશિઓ હવામાં જ ઉડશે, એટલા પૈસા કમાશે કે ઘરમાં જગ્યા નહીં રહે, જાણો કેમ??
‘મારો કેસ સીમા હૈદર જેવો નથી, હું 2 દિવસમાં પરત આવીશ’, પ્રેમમાં પાકિસ્તાન પહોંચેલી અંજુ સાથે વાતચીતમાં ખુલાસો
કાટમાળ હટાવવાની કામગીરી હજુ શરૂ જ છે. કલેક્ટર, કમિશ્નર, તેમજ sp સહિત પોલીસ તંત્ર, NDRFની ટીમ અને સ્થાનિકોએ ખુબ મહેનત કરીને તાત્કાલીક કામગીરી શરૂ કરી હતી. ભવીષ્યમાં આવા બનાવ ન બને તેવા પ્રયત્નો કરવામાં આવશે.