BREAKING: આખરે પંજો અને સાવરણો એક થયા, ગુજરાતમાં ઈસુદાન ગઢવીની મોટી જાહેરાત, કહ્યું- AAP-કોંગ્રેસે ગઠબંધન કર્યું

Lok Patrika
By Lok Patrika
Share this Article

BREAKING:લોકસભા ચૂંટણી પહેલા ઈસુદાન ગઢીએ મોટું નિવેદન આપ્યું છે. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, I.N.D.I.Aનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે. રાજ્યમાં હાલમાં સીટોની અમે તપાસ કરી રહ્યા છીએ. ભાજપ આ ગઠબંધનથી ડરી ગયું છે અને તેમને ખબર છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં I.N.D.I.Aનું ગઠબંધન NDAને હરાવી દેશે. પ્રધાનમંત્રીથી લઇને ભાજપના નેતાઓ પણ I.N.D.I.Aને ગાળો આપી રહ્યાં છે. ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી હવે આમદ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ એક સાથે મળીને લડશે તેવી જાહેરાત AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે.

કોંગ્રેસ-AAPના ગઠબંધનને લઈને ઈશુદાન ગઢીએ જણાવ્યું કે, આ ગઠબંધન ગુજરાતમાં પણ લાગું પડશે. અમે પણ અહીંયા ગઠબંધનમાં સીટોની વહેચણી કરીને લડના છીએ. હજુ તો પ્રાઈમરી તબક્કા પર છે. આગળ જતાં ઈન્ડિયાના ગઠબંધનમાં ગુજરાતમાં ચૂંટણી લડાશે. આ વખતે એટલી ખાતરી સાથે કહીએ છીએ કે ઈન્ડિયા ગઠબંધનમાં અમે વ્યવસ્થિત રીતે સીટોની વહેચણીમાં સક્સેસ રહ્યા તો ભાજપ 26માંથી 26 નહીં લઈ જઈ શકે.

 

 


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly