Aam Adami Party: આમ આદમી પાર્ટીએ 11 ભાષાઓમાં ‘મોદી હટાઓ દેશ બચાવો’નું પોસ્ટર રિલીઝ કર્યું. આમ આદમી પાર્ટી 30 માર્ચે દેશભરમાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ના પોસ્ટર લગાવવા જઈ રહી છે.
દિલ્હીમાં આવા પોસ્ટર લગાવ્યા બાદ દિલ્હી પોલીસે 100થી વધુ FIR દાખલ કરી હતી અને 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સૂત્ર હેઠળ, 23 માર્ચે, આમ આદમી પાર્ટીએ જંતર-મંતર પર એક મોટી જાહેર સભા યોજી હતી, જેને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન દ્વારા સંબોધિત કરવામાં આવી હતી.
સારા સમાચાર: લગાતાર બીજા દિવસે સોના-ચાંદીનો ભાવ ગગડ્યો, જાણો ગુજરાતમાં કેટલા હજારમા આવશે એક તોલું
BIG Breaking: મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ, મકાન પચાવવાનો કાંડ હવે જેલના સળિયા ગણાવશે
પોસ્ટર આ ભાષાઓમાં હશે
આ જાહેર સભામાં પાર્ટીના દિલ્હી રાજ્ય કન્વીનર ગોપાલ રાયે જાહેરાત કરી હતી કે 30 માર્ચે આમ આદમી પાર્ટી દેશભરમાં ‘મોદી હટાઓ દેશ બચાવો’ના પોસ્ટર લગાવશે. હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી અને પંજાબી ઉપરાંત, પોસ્ટર ગુજરાતી, તેલુગુ, બંગાળી, ઉડિયા, કન્નડ, મલયાલમ અને મરાઠીમાં પણ રિલીઝ કરવામાં આવ્યું છે.