તાજેતરમાં ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં બીકોમ સેમ-6ની પરીક્ષાનું પેપર લીક થયું હતું, યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર મામલો બહાર લાવ્યો હતો. ત્યારબાદ ભાવનગર મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી યુનિવર્સિટીમાં B.Com સેમેસ્ટર 6નું પેપરલીક થવા મામલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
આ મામલે જી.એલ.કાકડિયા કોલેજના પ્રિન્સિપાલ સહિત 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ આગળ ધપાવી છે.જેની પૂછપરછમાં અ પ્રકરણમાં સંડોવાયેલા ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી અભિનેતા હોવાનો તેઓએ અનેક ગુજરાતી ફિલ્મ તેમજ શોર્ટ ફિલ્મમાં અભિનય કર્યો હોવાનો પણ ધડાકો થયો છે.
તપાસમાં આરોપી અમિત ગલાની એક કલાકાર છે અને તેમણે અનેક ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મ તથા શોર્ટ ફિલ્મો અભિનય રજુ કર્યા છે, તેમજ સોશિયલ મીડિયામાં અનેક કોમેડી કરીને તે લોકોને હસાવી રહ્યો છે. એટલું જ નહી તેણે ગુજરાતી ફિલ્મ સૈયર મોરી રે, 1928, ઘન ધતુડી પતુડી અને એપ્રિલ ફૂલ સહિતની અનેક ફિલ્મો તથા અનેક શોર્ટ ફિલ્મમાં પણ કામ કર્યાનું સામે આવ્યું છે.
દૂધના ભાવમાં છે એના કરતાં પણ વધારે ભાવ વધારો થશે એ પાક્કું છે, ઓછો થવાની રાહ ન જોતા, જાણો મોટું કારણ
નોટબંધીના 6 વર્ષ બાદ નાણામંત્રીએ 2000ની નોટને લઈને કરી આવી જાહેરાત, સાંભળીને ચોંકી જશો!
શું હતો સમગ્ર મામલો ?
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં ચાલતી પરિક્ષાઓમાં ગત શનિવારે બપોરે એક પેપર લીક થયાનો દાવો થતા સત્તાધીશો હરકતમાં આવ્યા હતા. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગાલાના મોબાઈલમાંથી પેપરલીક થયુ હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો હતો. જેને લઈ પોલીસ દ્વારા જી.એલ.કાકડીયા કોલેજના અમિત ગાલાની સાથે કાળવીબીડ અને ભરતનગરના વિદ્યાર્થીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઇ હતી. મહત્વનું છે કે, ભાવનગર યુનિવર્સીટીમાં શનિવારે બપોરે 3 વાગે બી કોમનું સેમેસ્ટર-6નું પેપર હતું. જે પેપર થોડા સમય પહેલા જ મોબાઈલમાં વાયરલ થયો છે તેવો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં પ્રિન્સિપાલ ડૉ.અમિત ગલાણીના ફોનમાંથી પેપર વાયરલ થયું હોવાનો ધડાકો થયો છે. જેમાં એક વિદ્યાર્થીનીએ પ્રિન્સિપાલના મોબાઈલ વડે પેપરનો ફોટો વાયરલ કર્યો હોવાનું બહાર આવ્યું છે. વિદ્યાર્થિનીએ વિવેક મકવાણા નામના વિદ્યાર્થીને પેપરનો ફોટો મોકલી દીધો હતો.