વેબ સીરિઝ ‘સેક્રેડ ગેમ્સ’માં પોતાના બોલ્ડ પાત્ર માટે સૌથી વધુ ફેમસ રહેલી બોલિવૂડ એક્ટ્રેસ કુબરા સૈત તેની રિયલ લાઈફમાં પણ ઓછી બોલ્ડ નથી.
અભિનેત્રીએ હાલમાં જ તેનું પુસ્તક ‘ઓપન બુકઃ નોટ ક્વિટ અ મેમોયર’ લોન્ચ કર્યું છે અને તેના અંગત જીવન સાથે જોડાયેલા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
આ પુસ્તકમાં કુબ્રા સૈતે પોતાની સાથે શારીરિક શોષણથી લઈને બોડી શેમિંગ સુધીની ઘટનાઓ વિશે જણાવ્યું છે. આ સાથે અભિનેત્રીએ આ પુસ્તકમાં તેની અનિચ્છનીય ગર્ભાવસ્થા વિશે પણ ખુલાસો કર્યો છે. કુબ્બરાએ જણાવ્યું કે તે માતા બનવા માંગતી ન હતી જેના કારણે તેણે ગર્ભપાત કરવાનો નિર્ણય કર્યો.
અભિનેત્રીએ પુસ્તકના એક પ્રકરણમાં જણાવ્યું હતું કે તે 2013માં વન નાઈટ સ્ટેન્ડ પછી ગર્ભવતી થઈ હતી. ત્યારબાદ તેણે ગર્ભપાત કરાવવુ પડ્યુ હતુ. તે સમયે અભિનેત્રીની ઉંમર 30 વર્ષની હતી.
અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તે સમયે તે આંદામાનની ટ્રીપ પર હતી જ્યાં તેણે ડ્રિંક પીધા પછી એક મિત્ર સાથે ઈન્ટિમેટ થઈ, થોડા દિવસો પછી તેણે પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો.
તાજેતરમાં અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેના જીવનની આ ઘટના વિશે પણ વાત કરી. તેણીએ કહ્યું, “મને લાગે છે કે હું તે સમયે તેના માટે તૈયાર ન હતી. જોકે મને હજુ પણ નથી લાગતું કે હું તેના માટે તૈયાર છું. હું 23 વર્ષની ઉંમરે લગ્ન કરવા અને પછી બાળકોની ઉંમર સુધી મહિલાઓ પરના દબાણને સમજું છું.
હું જાણું છું કે હું અત્યારે તેના માટે તૈયાર નથી. તે એક નિર્ધારિત નિયમ છે. હું જાણતી હતી કે હું તૈયાર ન હતી અને મેં મારા જીવનમાં લીધેલા કોઈપણ નિર્ણયનો મને પસ્તાવો નથી.” અભિનેત્રી કુબ્રા સૈતે બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત અભિનેતા સલમાન ખાનની ફિલ્મ રેડીથી કરી હતી. આ ફિલ્મમાં તેનો ખૂબ જ નાનો રોલ હતો, પરંતુ તે પછી અભિનેત્રીએ જવાની જાનેમન, સુલતાન, સિટી ઑફ લાઇફ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું, પરંતુ તેને વાસ્તવિક ઓળખ OTT સિરીઝ સેક્રેડ ગેમ્સથી મળી. કુબ્રા સૈત તેની ફિલ્મો કરતાં તેની બોલ્ડનેસથી વધુ પ્રભુત્વ ધરાવે છે.