Breaking: ગૌતમ અદાણી એકસાથે 13,000 બેરોજગાર લોકોને આપશે નોકરી, પગાર પણ ઊંચા, જાણો કંપનીનો જોરદાર પ્લાન

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Adani Group News : અદાણી ગ્રુપ (Adani Group) પોતાના બિઝનેસને વધારવા પર રોજ કામ કરી રહ્યું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે વર્ષ 2027 સુધીમાં અદાણી ગ્રુપ વધુ એક નવો મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ (solar manufacturing project) સ્થાપશે. આ વખતે અદાણી ગ્રુપ 10 ગીગાવોટની ક્ષમતાનો પ્રોજેક્ટ સ્થાપશે. આ પ્રોજેક્ટને કારણે લગભગ 13,000 નોકરીઓનું સર્જન પણ થશે.

 

અદાણી ગ્રુપ એનર્જી ટ્રાન્ઝિશન એટલે કે ગ્રીન એનર્જી બિઝનેસ (Green Energy Business) પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે 2027 સુધીમાં 10 ગીગાવોટ ઇન્ટિગ્રેટેડ સોલર મેન્યુફેક્ચરિંગ ક્ષમતા સ્થાપિત કરશે. કંપની સાથે સંકળાયેલા સૂત્રોએ આ માહિતી આપી છે. અદાણી ગ્રૂપની હાલની સોલાર મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 4 ગીગાવોટ (એક જીડબલ્યુ બરાબર 1,000 મેગાવોટ) છે.

 

 

15 મહિનામાં મળ્યા જંગી ઓર્ડર

ગ્રુપના સોલાર પાવર મેન્યુફેક્ચરિંગ યુનિટ અદાણી સોલાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીને આગામી 15 મહિનામાં 3,000 મેગાવોટથી વધુની ક્ષમતાના નિકાસ ઓર્ડર મળ્યા છે. તાજેતરમાં જ કંપનીએ બાર્કલેઝ અને ડોઇશ બેન્ક પાસેથી 39.4 મિલિયન ડોલર એકત્ર કર્યા છે.

2015માં રચાયું

અદાણી સોલારની રચના ૨૦૧૫ માં સૌર ઉર્જા ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવતી સોલર પેનલ્સના ઉત્પાદન માટે કરવામાં આવી હતી. તે પછીના વર્ષે તેણે ઉત્પાદન શરૂ કર્યું અને છ વર્ષથી ઓછા સમયમાં તેની ક્ષમતા ત્રણ ગણી વધીને ચાર ગીગાવોટ થઈ ગઈ છે.

 

 

લગભગ 13,000 નોકરીઓનું સર્જન થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અદાણી સોલાર હાલ ગુજરાતના મુન્દ્રા ખાતે 10 ગીગાવોટની ક્ષમતાનું પ્રથમ સંપૂર્ણ સંકલિત અને કોમ્પ્રિહેન્સિવ સોલાર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપી રહ્યું છે. આ ગ્રુપનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ યુનિટ હશે અને 13,000 નોકરીઓનું સર્જન કરશે.

 

રુદ્રાક્ષ ધારણ કરવાથી માણસને થાય છે વિશ્નાસ ન હોય એવા અદ્ભુત ફાયદા, જાણો ધારણ કરવાની રીત

અંબાલાલ પટેલે કરી એકસાથે 3 વાવાઝોડાની આગાહી, ગુજરાતીઓના સારા સારા પ્રસંગની મજા સોંસરવી નીકળી જશે!

Breaking: પાકિસ્તાનમાં 48 કલાકમાં મોટો ભૂકંપ આવશે! તુર્કી જેવો વિનાશ થશે? સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ

 

કંપની બનાવી રહી છે આ પ્લાન

અદાણી સોલાર સોલાર સોલાર મેન્યુફેક્ચરિંગમાં નવી ટેકનોલોજી અપનાવવામાં મોખરે રહી છે અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પણ આગળ ધપાવ્યું છે, એમ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું.

 

 

 


Share this Article