સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે પણ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે પણ કંપનીના શેર લોઅર સર્કિટમાં છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેર આજે 7.36 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ગ્રુપની લગભગ 4 કંપનીઓનું રેટિંગ નેગેટિવમાં ડાઉનગ્રેડ કર્યું છે. જેના કારણે કંપનીના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. આજે અદાણી પોર્ટ્સ, અદાણી ગેસ અને વિલ્મર સહિતના વધુ શેરોમાં ઘટાડાનું વર્ચસ્વ હતું.
અદાણી એન્ટરપ્રાઇઝ 7 ટકા ઘટ્યો
BSE પર અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 7.36 ટકા એટલે કે રૂ. 136 ઘટીને 1,710.95ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આ ઉપરાંત અદાણી પોર્ટ્સના શેર પણ 5.73 ટકા એટલે કે રૂ. 33.45 ગગડીને રૂ. 550.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.
આ શેરોમાં 5 ટકાનો ઘટાડો
તમને જણાવી દઈએ કે ગ્રુપની ઘણી કંપનીઓના શેરમાં લોઅર સર્કિટ જોવા મળી રહી છે. અદાણી પાવરનો શેર 4.99 ટકાના ઘટાડા સાથે રૂ. 156.00ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. અદાણી ટ્રાન્સમિશન રૂ. 1,126.85, અદાણી ગ્રીન એનર્જી રૂ. 687.75 અને અદાણી ટોટલ ગેસ રૂ. 1,195.35ના ભાવે આવ્યા હતા. આ તમામ શેરોમાં પાંચ-પાંચ ટકાનો ઘટાડો થયો હતો.
આ શેરોમાં પણ ઘટાડો
BSE પર અંબુજા સિમેન્ટ્સ 3.34 ટકા ઘટીને રૂ. 349, અદાણી વિલ્મર 3.31 ટકા ઘટીને રૂ. 421.65, NDTV 2.25 ટકા ઘટીને રૂ. 203.95 પર બંધ થયા હતા. ACCનો શેર 1.49 ટકાના ઘટાડા સાથે રૂ. 1,853 પર ટ્રેડ કરી રહ્યો હતો.