Business News: હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપ સામે વધુ એક તપાસ ચાલી રહી છે, જેમાં ગ્રુપ પર લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો એનર્જી પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે. આ સમાચાર બાદ સોમવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં અદાણી ગૃપે આ તમામ અફવાઓને નકારી કાઢી છે.
એક્સચેન્જ ફાઈલ મુજબ અદાણીની કંપનીઓને યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ નોટિસ મળી નથી. કંપનીનું કહેવું છે કે આ રિપોર્ટ ખોટો છે. NDTV લિમિટેડ અને અદાણી એનર્જી સોલ્યુશન્સે અલગ-અલગ ફાઇલિંગમાં આ વિશે જણાવ્યું છે.
અદાણીના શેરમાં ઘટાડો થયો હતો
સોમવારે BSE પર અદાણી ટોટલ ગેસના શેર 4.35 ટકા, અદાણી એનર્જી સોલ્યુશન્સના શેર 3.40 ટકા, અંબુજા સિમેન્ટના શેર 2.81 ટકા અને ACCના શેર 2.43 ટકા ઘટ્યા હતા.
તમામ 10 કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો
આ સિવાય NDTVના શેરમાં 2.08 ટકાનો ઘટાડો થયો છે. અદાણી વિલ્મરમાં 2.05 ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે અદાણી ગ્રીન એનર્જીમાં 1.67 ટકા, અદાણી પોર્ટ્સમાં 1.24 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝમાં 0.71 ટકા અને અદાણી પાવરમાં 0.35 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સોમવારે અદાણી ગૃથની તમામ 10 કંપનીઓના શેરો લાલ નિશાન પર જ પતન સાથે બંધ થયા હતા.
સોમવારે બજાર ખૂલ્યા બાદ અદાણી ગ્રૂપના ઘણા ડોલર બોન્ડ એક વર્ષમાં સૌથી વધુ લપસી ગયા છે. આ સાથે જ ગ્રૂપના મોટાભાગના શેરમાં પણ ઘટાડો થયો છે.
અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે
સત્તાવાળાઓ તપાસ કરી રહ્યા છે કે શું અદાણી ગ્રૂપ કે તેની સાથે સંકળાયેલા લોકો ઉર્જા પ્રોજેક્ટમાં સામેલ થવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપવામાં સામેલ હતા? ભારતીય રિન્યુએબલ એનર્જી કંપની એઝ્યુર પાવર ગ્લોબલ લિમિટેડ પણ આ તપાસના દાયરામાં સામેલ છે.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
શું કહ્યું અદાણી ગ્રુપે?
અદાણી ગ્રૂપે કહ્યું છે કે અમને તેના ચેરમેન વિરુદ્ધ કોઈ તપાસની જાણ નથી. એક બિઝનેસ ગ્રુપ હોવાને કારણે અમે સરકાર દ્વારા બનાવેલા તમામ સરકારી ધોરણો અને નિયમોનું પાલન કરીએ છીએ. આ સાથે, અમે ભારત અને અન્ય દેશોમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ છીએ અને લાંચ વિરોધી કાયદાનું સંપૂર્ણ પાલન કરીએ છીએ.