“એ કાપ્યો જ છે” પતંગ રસિકો માટે રૂડા સમાચાર… લપેટ થાય તેવો રહેશે પવન, 48 કલાક બાદ ફરી તાપમાનનો ઘટશે, જાણો આગાહી

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather: “પતંગ ચગાવવા ધાબે ચડી જ જજો હો વાલા…” ગુજરાતમાં ઉત્તરાયણનાં તહેવારને લઈ પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ જોવા મળી રહી છે. હજુ પણ 48 કલાક પછી તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે.

જો છેલ્લા 24 કલાકના તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે રાજકોટમાં 13, વડોદરામાં 16.6 અને સુરતમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસામાં 11.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તરાયણના દિવસે રાજ્યમાં સારો પવન ફુંકાશે તેમજ 15-20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. સાથો સાથ જણાવી દઈએ કે, ઉત્તરથી- ઉત્તર પૂર્વ તરફ પવન ફુંકાશે. તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ છે. જ્યાં તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું છે.

જ્યારે અમદાવાદમાં 16.5 ડિગ્રી, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વધુમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે, આગામી 5 દિવસ વરસાદની કોઈ સંભાવનાઓ નથી.

ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા

તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર છે. આ વખતે પવનની ગતિ સારી રહેશે. આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે.

પ્રખ્યાત ગાયિકા પ્રભા અત્રેનું નિધન, 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, રાષ્ટ્રપતિએ પણ શોક વ્યક્ત કર્યો

ક્રિકેટના મેદાનમાં સતત 3 સિક્સર ફટકારીને… આ એક શરત પર લગ્ન માટે તૈયાર થઇ હતી શર્મિલા ટાગોર

દિલ્હી દારૂ કેસમાં અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ, EDએ ફરી પૂછપરછ માટે બોલાવ્યા, શું આ વખતે કેજરીવાલ જશે?

ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે.’ એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે.


Share this Article