સુપરસ્ટાર સલમાન ખાનને તેની જોરદાર સ્ટાઈલ માટે પસંદ કરવામા આવે છે અને તે પોતાની એક્ટિંગથી બધાનું દિલ જીતી લે છે. જો કે દબંગ ખાન દરેક ફિલ્મ માટે તગડી ફી લે છે, પરંતુ જ્યારે મિત્રતાની વાત આવે છે તો સલમાન તેના મિત્રો માટે મફતમાં કામ કરવામાં આગળ છે. માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ ટોલીવુડમાં પણ સલમાન ખાનના મિત્રોની યાદી ઘણી લાંબી છે. સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી પણ આ યાદીમાં સામેલ છે.
આ દરમિયાન, સલમાન ખાને ચિરંજીવી સાથે કામ કરવા માટે રૂ. 20 કરોડની તગડી રકમ ઠુકરાવી દીધી છે પ્રાપ્ત માહિતી અનુસાર સલમાન ખાને ચિરંજીવી સાથે કામ કરવા માટે 20 કરોડ રૂપિયાનો ઇનકાર કરી દીધો છે અને એવી શરત મૂકી છે તે જાણીને ફરી એકવાર ભાઈજાનની ઉદારતાની ચર્ચાઓ થઈ રહી છે. સલમાન ખાનને ચિરંજીવીની ફિલ્મમાં કેમિયો કરવા માટે 20 કરોડ રૂપિયાની ઑફર કરવામાં આવી હતી, જોકે દબંગ ખાને આ ઑફર નકારી કાઢી હતી અને ફી વિના કામ કરવાનું કહ્યું હતું.
તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને ચિરંજીવી ઘણા સારા મિત્રો છે. ચિરંજીવીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સલમાન સાથેની એક તસવીર શેર કરી અને કહ્યું કે ભાઈજાન તેની ફિલ્મ ‘ગોડફાધર’માં જોવા મળશે. ‘ગોડફાધર’માં ચિરંજીવીનો એક્શન અવતાર જોવા મળશે. જેમાં સલમાન ખાન આ ફિલ્મમાં થોડી મિનિટો માટે જોવા મળશે અને એક સપ્તાહ સુધી આ ફિલ્મનું શૂટિંગ કરશે.
તાજેતરમાં સલમાન ખાને પોતે ચિરંજીવીને આ વાત કહી હતી કે, “જો તમે મને ફી નહીં આપો તો હું ફિલ્મ કરીશ.” આ ફિલ્મમાં બંનેનો સ્પેશિયલ ડાન્સ નંબર પણ રાખવામાં આવ્યો છે અને બંનેના કેટલાક શાનદાર સીન્સ પણ છે.