Gujarat News : હનુમાનજીને લઈ સાળંગપુર મંદિર (Salangpur Temple) ખાતે લગાવવામાં આવેલ ભીંત ચિત્રોનો વિવાદ માંડ શાંત પડ્યો છે. ત્યારે હવે બીજો નવો વિવાદ સામે આવ્યો છે. ગત રોજ જન્માષ્ટમીની સમગ્ર રાજ્યમાં આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર (Surendranagar) ખાતે આવેલ ઈસ્કોન સંસ્થામાં નંદ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ઈસ્કોનનાં પ્રવક્તાએ હનુમાનજીને લઈ બફાટ કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થતા ફરી હનુમાનજીને લઈ નવો વિવાદ સર્જાયો છે.
સુરેન્દ્રનગરમાં ઇસ્કોન સંસ્થાના નંદ મહોત્સવ કાર્યક્રમમાં વિવાદ
આ બાબતે ઈસ્કોન મંદિરનાં મુરલી મનોહરદાસજીએ જણાવ્યું હતું કે, પાંચ હજાર વર્ષ પહેલા ભારત વર્ષ આખું અખંડ હતું. જે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, લોસ એન્જેલેસ એવી રીતે ભારત ખંડિત થઈ ગયું. ત્યારે હરે કૃષ્ણ મંત્ર જે છે એ ફરી આખા ભારતને અખંડ બનાવશે એવો અમારો પ્રયાસ છે, ભગવાન તો એક જ છે શ્રી કૃષ્ણ બાકી બધા ભગવાનનાં અંશ છે, અથવા તો ભગવાનનાં અવતાર છે.
જનતાને ડબલ મોજ: LPG બાદ હવે પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! કિંમતમાં સીધો 3 થી 5 રૂપિયાનો ઘટાડો આવશે
સનાતન ધર્મ બાબતે તેઓએ જણાવ્યું હતું કે હનુમાનજી ભગવાન શ્રી રામનાં દાસ છે. ત્યારે ચૈતન્ય ચરિતામૃતમાં એક સુંદર ઉદાહરણ છે. ચૈતન્ય મહાપ્રભુ પણ કહે છે કે, તમે રામની જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણનું નામ લો, જે બાદ હનુમાનજીએ કહેલ કે હું એ નામ નથી લઈ શકતો.