યુક્રેન સામે યુદ્ધની જાહેરાતથી માત્ર યુક્રેનને જ મસમોટું નુકશાન નથી થઈ રહ્યું. મહાસત્તા રશિયાને પણ આર્થિક મોરચે હવે નુકશાન થઈ રહ્યું છે. સ્વિફ્ટમાંથી બાકાત અને પ્રોજેક્ટો રદ્દ સહિતના અનેક પ્રતિબંધો લદાતા રશિયાના ચલણમાં ડોલરની સામે મસમોટો ઘટાડો જાેવા મળી રહ્યો છે. ગત સપ્તાહના ગુરૂવારના કડાકા અને શુક્રવારના રીબાઉન્ડ બાદ આજે ફરી નવા સપ્તાહના નવા સત્રમાં રશિયન કરન્સીમાં મસમોટું ગાબડું જાેવા મળી રહ્યું છે. રશિયન રૂબેલ ડોલરની સામે સોમવારના શરૂઆતી સત્રમાં ૪૧%ના કડાકે ૧૧૭ પ્રતિ યુએસ ડોલરના લેવલ સુધી ગગડ્યો હતો.
જાેકે, બાદમાં સેન્ટ્રલ બેંકની એક જાહેરાતને પગલે તેમાં સુધારો જાેવા મળ્યો છે. રશિયન ચલણના ઘસારાને અટકાવવા, વિદેશમાંથી પરત ખેંચાતા ફંડને અટકાવવવા માટે સેન્ટ્રલ બેંકે સોમવારે જાહેરાત કરી હતી કે તે દેશના મુખ્ય વ્યાજદરને ૯.૫ ટકાથી વધારીને ૨૦ ટકા કરી રહી છે. રશિયન સેન્ટ્રલ બેંકના આ ર્નિણય બાદ રશિયાની કરન્સી રૂબેલ સુધરીને ૯૯ ડોલરના સ્તરે આવ્યો છે પરંતુ આજના દિવસમાં હજી પણ ૨૦%નો કડાકો રશિયન રૂબેલમાં જાેવા મળી રહ્યો છે.