ICC ODI World Cup 2023: ભારત પ્રથમ વખત એકલા સમગ્ર વિશ્વ કપ (World Cup 2023) નું આયોજન કરી રહ્યું છે. વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે અને ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટ પહેલા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. વર્લ્ડ કપ 2023 પહેલા સ્ટાર ખેલાડી પોતાના કેપ્ટન પદ પરથી રાજીનામું આપી શકે છે. અહેવાલો અનુસાર, ક્રિકેટ બોર્ડે આ મુદ્દે નિર્ણય લેવા માટે ટૂંક સમયમાં બેઠક યોજવાનું પણ નક્કી કર્યું છે.
આ ખેલાડી વર્લ્ડ કપ પહેલા કેપ્ટન્સી છોડી શકે છે
એશિયા કપ 2023ની ફાઇનલમાં હાર બાદ, શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023 પહેલા ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર, શ્રીલંકા ક્રિકેટ ટૂંક સમયમાં આ અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે. શનાકા (Dasun Shanaka) ટીમના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંથી એક છે અને તેણે લંકાની ટીમને એક મજબૂત યુનિટ બનાવ્યું છે. પરંતુ હાલમાં જ ફાઇનલમાં ભારત સામે મળેલી હાર બાદ આ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
આ ખેલાડીને મોટી જવાબદારી મળી શકે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દાસુન શનાકાની જગ્યાએ કુસલ મેન્ડિસને શ્રીલંકન ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. કુસલ મેન્ડિસે શ્રીલંકા માટે 112 વનડે મેચ રમી છે. તેણે તાજેતરમાં ખૂબ જ સારું પ્રદર્શન પણ કર્યું છે. તેણે શ્રીલંકા માટે 60 ટેસ્ટ અને 55 ટી20 મેચ પણ રમી છે.
દાસુન શનાકાએ ચાહકોની માફી માંગી હતી
એશિયા કપની ફાઇનલમાં કારમી હાર બાદ દાસુન શનાકાએ ચાહકોની માફી પણ માંગી હતી. તેણે કહ્યું હતું કે, ‘અમે પાંચ મુખ્ય ખેલાડીઓ વિના ફાઇનલમાં પહોંચ્યા હતા. બે વર્ષ પહેલા આપણે જે પરિસ્થિતિમાં હતા તે એક સારો સંકેત છે. અમે અમારા ચાહકોનો આભાર માનીએ છીએ અને માફી માગીએ છીએ કે અમે તેમને નિરાશ કર્યા છે. ભારતીય ટીમને તેના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન.
ચોમાસાના વિદાયની આગાહી આવી ગઈ, 36 કલાક મેઘરાજા ધોધમાર બેટિંગ કરશે, પછી આ તારીખથી ચોમાસું લેશે વિદાય
ટીમ ઈન્ડિયાએ એકતરફી જીત મેળવી હતી
ટોસ હારીને પ્રથમ બોલિંગ કરનાર ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 15.2 ઓવરમાં માત્ર 50 રનમાં આઉટ કર્યા બાદ 6.1 ઓવરમાં 10 વિકેટે મેચ જીતી લીધી હતી. ભારતની જીતનો હીરો મોહમ્મદ સિરાજ રહ્યો હતો જેણે માત્ર 16 બોલમાં 5 વિકેટ અને 7 ઓવરમાં 21 રનમાં 6 વિકેટ લઈને શ્રીલંકાની બેટિંગની કમર તોડી નાખી હતી.