અમદાવાદ-વડોદરાની સવારી હવે મોંધી થઈ જશે, કારણ કે એક્સપ્રેસ વેના ટોલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર વિવિધ પ્રકારના વાહનનો માટે ટોલ ટેક્સમાં ફીમાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરાથી અમદાવાદના કારના ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ટોલના ભાવમાં વધારો થતા હવેથી કાર, જીપ, વાન અને LMV (લાઈટ મોટર વ્હિકલ) પ્રકારના વાહનોને અમદાવાદથી વડોદરા ટોલ ટેક્ષ સીંગલ 135 અને રીટર્ન 200 રૂપિયા આપવા પડશે. અમદાવાદથી નડિયાદની સીંગલ ટ્રીપ માટે રૂ. 65 અને રીટર્ન ટ્રીપના રૂ. 95 નક્કી કરવામાં આવ્યા છે. એ જ રીતે અમદાવાદથી આણંદના સીંગલ ટ્રીપ રૂ. 85 અને રીટર્ન ટ્રીપ રૂ. 125 તમારે ભરવા પડશે.
હાલમાં જ આ ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. મોંઘાવારીથી લોકો પહેલાથી જ પરેશાન છે, દરેક વસ્તુમાં ભાવ વધારો થાય છે, ત્યારે હવે ટોલમાં પણ વધારો કરવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સાથે જ વાત કરીએ તો પહેલી એપ્રિલથી પણ અનેક વસ્તુના ભાવમાં વધારો થવાની શક્યતા છે.
સરકારી ગેસ કંપનીઓ દર મહિનાના પ્રથમ દિવસે એલપીજીના ભાવમાં સુધારો કરે છે અને નવા દર જારી કરે છે. માર્ચની શરૂઆતમાં, એલપીજી ગ્રાહકોને આંચકો લાગ્યો હતો, કારણ કે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તેમની કિંમતો 1લી તારીખે પણ સુધારી શકાય છે. LPGની સાથે CNG-PNGની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે. જો કે, તાજેતરમાં જાહેર થયેલા અહેવાલો અનુસાર, સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થવાની સંભાવના વધારે છે. આ સિવાય પેટ્રોલ અને ડીઝલના દરમાં ફેરફાર જોવા મળી શકે છે.
ગુજરાતીઓ પર ફરીથી માવઠું ત્રાટકશે, આજથી 2 દિવસ અનરાધાર વરસાદ ખાબકશે, આટલા જિલ્લામાં કરા પણ પડશે
IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ 5મી વખત IPL ચેમ્પિયન બનશે! એવો સંજોગ બન્યો કે કોઈ હરાવી જ નહીં શકે
એપ્રિલની શરૂઆત સાથે, તમારે ભૌતિક સોનાને ઈ-ગોલ્ડ અથવા ઈ-ગોલ્ડને ભૌતિક સોનામાં રૂપાંતરિત કરવા પર કોઈ મૂડી લાભ કર ચૂકવવો પડશે નહીં. કેપિટલ ગેઈન ટેક્સમાંથી છૂટકારો મેળવવાની જાહેરાત પણ બજેટ ભાષણ દરમિયાન કરવામાં આવી હતી. જો કે, જો તમે રૂપાંતર પછી તેને સોનામાં વેચો છો, તો તમારે LTCG નિયમો અનુસાર ટેક્સ ચૂકવવો પડશે.