અમદાવાદમાં બપોર નહીં સવારથી જ આગ ઝરતી ગરમી શરૂ, સિઝનની સૌથી વધુ ગરમી પડતા લોકો રાતે પાણીએ રડ્યા

Lok Patrika Desk
By Lok Patrika Desk
HEATWAVE
Share this Article

હવામાન વિભાગે આપેલી હિટવેવની આગાહીને લઈ ગરમ સુકા પવનોની અસરથી શુક્રવારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું અને સાથે રાજ્યના સૌથી વધુ તાપમાન ધરાવતા શહેર રહ્યાં હતાં. વર્ષ 2022 પણ 11 મેના રોજ ગરમીનું તાપમાન 45.8 નોંધાયુ હતું. અમદાવાદ સહિત રાજ્યના 11 શહેરોનું તાપમાન 42 ડિગ્રી પાર કરી ગયું હતું. હજુ બે દિવસ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હિટવેવનું જોર યથાવત રહ્યાં બાદ ગરમીમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે.

HEATWAVE

 

રાજ્યના ક્યાં જિલ્લામાં હિટવેવનું જોર યથાવત

હવામાન વિભાગના આંકડાં અનુસાર, શુક્રવારે અમદાવાદમાં વહેલી સવારથી જ ગરમ પવન ફૂંકાવાનો શરૂ થઈ જતાં ગરમી અને બફારાનું જોર વધ્યું હતું. ઉપરાંત બપોરના 12થી સાંજના 5 વાગ્યા દરમિયાન ગરમ પવનોની અસરથી મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર કરી ગયું હતું. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધીને 44.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.1 ડિગ્રી નોંધાયું હતું. આગામી 24 કલાક અમદાવાદમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. અમદાવાદ શહેરમાં રવિવારથી ગરીમીમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

HEATWAVE

11 મે 2022માં ગરમીનું તાપમાન 45.8 ડિગ્રી નોંધાયું હતું

​​​​​​​​​​​​​​અમદાવાદમાં 11 મે 2022માં ગરમીનું તાપમાન 45.8 ડિગ્રી નોંધાયું હતું. અગાઉ 2018માં 28 મેના રોજ અમદાવાદમાં ગરમીનો પારો 44.8 ડિગ્રી નોંધાયો હતો. 4 દિવસથી તાપમાનમાં તીવ્ર ઉછાળો આવતાં જીવદયામાં રોજ સરેરાશ 500 પ્રાણી-પક્ષીને લાવવામાં આવે છે. સામાન્ય દિવસોમાં આ સંખ્યા 60થી 65ની હોય છે.

HEATWAVE

રવિવારથી ગરમીમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે

અમદાવાદ સહિત રાજ્યના 11 શહેરોમાં ગરમીનું તાપમાન 42.0 ડિગ્રીને પાર કરી ગયું હતું. જેમાંથી 6 શહેરોમાં ગરમીનો પારો 43.0 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. અમદાવાદમાં આગામી 24 કલાક ગરમ સુકા પવનો જયારે રાજ્યના અન્ય શહેરોમાં આગામી બે દિવસો સુધી સુરત, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને કચ્છ જેવાં શહેરોમાં હિટવેવનું જોર યથાવત રહેશે. ત્યારબાદ ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે.


Share this Article
TAGGED: , ,