Gujarat News: ઉત્તરાયણ પહેલાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તેમાં પણ અમદાવાદીઓની ઉત્તરાયણ ટોપ પર હોય છે. અહી તો દુનિયામાં ક્યાંય ન હોય તેવો ટ્રેન્ડ જોવા મળે છે. કોઈ રિસોર્ટ ભાડે લે, કોઈ પાર્ટી પ્લોટ ભાડે લે, તો કોઈ ગાડી ભાડે લે. પરંતુ અમદાવાદમાં કોટ વિસ્તારમાં ધાભા ભાડે આપવાનો ટ્રેન્ડ છે.
હજારોમાં પહોંચ્યો ભાડાનો આંકડો
ઉત્તરાયણના દિવસે અમદાવાદની પોળ વિસ્તારના ધાબા ભાડે આપવામાં આવે અને લેવામાં છે. જો કે, ધાબા ભાડે લેનારો વર્ગ મોટો છે, પરંતુ આપનારો વર્ગ ઓછો છે. કારણ કે, અગાશીઓ ઓછી છે. એમાં પણ આ વર્ષે ધાબાનો ભાવ પતંગની જેમ આસમાને ઉડ્યો છે. એટલે કે, એક જ દિવસનું ભાડું 75 હજાર સુધી પહોંચ્યું છે.
પોળમાં એડવાન્સ બુકિંગ
VGGS2024: ઈસરોએ મોટી કરી જાહેરાત, 2040 સુધીમાં લોન્ચ કરશે પોતાનું સ્પેસ સ્ટેશન
VGGS2024: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB-ન્યૂ ડેવલપમેન્ટ બેંક 500 મિલિયન ડોલર લોન આપશે
અમદાવાદના રાયપુર, ખાડિયા અને ઢાળની પોળમાં વર્ષોથી ધાભા ભાડે આપવામાં આવે છે. અહી એક દિવસનું ભાડુ 20થી 45 હજાર સુધી છે. એટલે કે, બે દિવસનું ગણો એટલે સ્વભાવિક રીતે જ 70થી 80 હજાર થઈ જાય. દેશ વિદેશથી અમદાવાદમાં ઉત્તરાયણ ઉજવવા આવતા લોકોમાં ધાભા ભાડે રાખવાનો ક્રેઝ છે. દર વર્ષે ઉતરાયણે કોટ વિસ્તારમાં 2 હજારથી વધુ ધાભા ભાડે આપાય છે. પોળમાં ધાબાનું એડવાન્સ બુકીંગ થઈ જાય છે. તેમજ ધાબા ઉપર ખુરશી, છત્રી, પાણી અને ગાદલાની સુવિધા ઉભી કરવામાં આવે છે. ધાબા પર જેવી સુવિધા, તેવું ભાડું.