અમદાવાદમાં લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે પોલીસે હવે બરાબરનો કારસો ઘડ્યો છે, જો કે આ પહેલાં પણ પોલીસ અને તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ હવે અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને લઈને ખાસ જાણવા જેવા મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકના ઘરે ઈ-મેમો આવશે અને દંડ વસુલવામાં આવશે. આ 16 નિયમો ક્યા છે એ નીચે જોઈ લો…
ટ્રાફિક સિગ્નલ તોડ્યો હોય
સ્પીડમાં વાહન ચલાવતા હોય
ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ પહેર્યું હોય નહીં
હેલમેટ ન પહેર્યું હોય
રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય પિંગ હોય.
સ્ટોપ લાઈનનું ઓવર સ્ટેમ્પિંગ
ફોર વ્હીલરમાં ડાર્ક ફિલ્મ લગાવી હોય
ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતા હોય
વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ લગાવી હોય
ફેન્સી નંબર પ્લેટ લગાવી હોય
રોડ પ૨ આડેધડ પાર્કિંગ કર્યું હોય
રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેન્જર હોય
રિક્ષામાં ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેઠા હોય
BRTS કોરિડોરમાં વાહન ચલાવતા હોય
બે કરતા વધારે લોકો ટુ વ્હીલ૨ ૫૨ સવાર હોય
ક્યાંક 7.3 તો ક્યાંક 4.3… ભારત સહિત ધરતી પર અલગ-અલગ દેશોમાં ધરા ધ્રુજી, ચોમેર લોકોમાં ફફડાટનો માહોલ
આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6200 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. અમદાવાદમાં રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેન્જર હશે તો પણ ઈ-મેમો આવશે. વધુમાં વાત કરીએ તો રિક્ષામાં ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેઠા હશે તો પણ ઈ-મેમો આવશે. BRTS કોરિડોરમાં વાહન ચલાવશો તો ઈ-મેમો આવશે. ફોર વ્હિલરમાં કાળા કાચ અથવા તો ડાર્ક ફિલ્મ લગાવેલી હશે તો ઈ-મેમો આવશે, આવા 16 જેટલા નિયમો તોડશો તો હવે ખિસ્સા ખાલી કરવા પડશે, જેથી દરેક લોકોએ ખાસ ચેતી જવું અને એ પ્રમાણે જ વાહનો ચલાવવા.