Gujarat News: દરેક મોટા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. એવામાં અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા એક હદે હેરાન કરનારી છે, જો કે એમાં સરકારનો કે તંત્રનો જ દોષ નથી. પરંતુ લોકો પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘંન કરી રહ્યા છે. બીજી તરફ લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ હવે અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને લઈને ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાતો સામે આવી રહી છે.
માહિતી મળી રહી છે કે અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે આકરી કાર્યવાહી કરવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી વિભાગ દ્વારા CCTV કેમેરાના સોફ્ટવેર સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવશે. જે બાદ વીડિયો રેકોર્ડિંગ કરીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. સિસ્ટમને અપગ્રેડ કરીને હેલ્મેટ, સીટ બેલ્ટ, રોંગસાઈડમાં જતા વાહનનું રેકોર્ડિંગ કરવામાં આવશે. જેણે જેણે પણ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કર્યું હશે એ તમામને ઈ-મેમો મોકલવામાં આવશે.
આટલા મુદ્દા ખાસ ધ્યાને રાખવા પડશે
– રેડલાઈટ અને સ્ટોપ લાઈન વાયોલેશનનુ ડીટેક્શન કરાશે
– રિક્ષામાં 3થી વધુ પેસેન્જર, ટુ-વ્હીલર પર 2થી વધુ બેસાડનારા પકડાશે
– સીટ બેલ્ટ કે સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ નહી પહેરનારા પકડી શકાશે
– વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપયોગ ડીટેક્ટ કરાશે
– ખોટી કે બનાવટી નંબર પ્લેટ ડીટેક્ટ કરાશે
– ડ્રંક ડ્રાઈવ કેસ ડીટેક્ટ થઈ શકશે
– રોંગસાઈડમાં પ્રવેશી ટ્રાફિક કરનારા ડીટેક્ટ કરાશે
– રસ્તા ઉપર ખાડા-ભુવા, રખડતા પશુઓ ડીટેક્ટ કરાશે
– ડાર્કફીલ્મ ઓન ગ્લાસ, ફેન્સી નંબર પ્લેટ લગાવનારા ડીટેક્ટ કરાશે
– વન-વે મા પ્રવેશનારાઓને ઝડપી લેવાશે
– રોડ પર કોણે કચરો નાંખ્યો છે તે શોધી શકાશે
– રોંગ સાઈડમાં વાહન હંકારનારા કે રોડ પર થુંકનારા ઝડપી લેવાશે
– BRTS કોરિડોર ગેરકાયદે વાહન ચલાવનારાને શોધી લેવાશે
– રોડ ઉપર પાર્કિંગ થતુ અટકાવાશે
– હેવી ગુડ્સ વ્હીકલ પર બાજ નજર રખાશે
રક્ષાબંધનના 2 દિવસ મહિલાઓને બસમાં એકપણ રૂપિયો ટિકિટ નહીં આપવાની, આ સરકારે બહેનેનો આપી મોટી રાહત
કાગડોળે વરસાદની રાહ જોતા ગુજરાતીઓને અંબાલાલે જલસો કરાવી દીધો, જાણી લો ક્યારે મેઘરાજા ધબધબાટી બોલાવશે
ઉપરના તમામ મુદ્દા લોકોને ધ્યાને રાખવા પડશે, જો એમાંથી એકપણ નિયમનું પાલન ન કર્યું તો ગુનાનું રેકોર્ડિંગ કરી ઈ-મેમો મોકલવામાં આવશે. તેથી પોલીસે દરેક વાહન ચાલકને સાવચેત રહેવા અને નિયમોનું પાલન કરવા માટે સુચના આપી હતી.