અમદાવાદને નવા મેયર મળવાના છે. કારણ કે 9 સપ્ટેમ્બરે મેયરની મુદ્દત પૂર્ણ થઈ રહી છે. આ સાથે જ નવા નવા નામો પણ ચર્ચામાં આવી રહ્યા છે. મણિનગરના કોર્પોરેટર શીતલ ડાગાનું નામ ચર્ચામાં છે તો સાથે સાથે જ શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈનનું નામ પણ રેસમાં છે એ જ રીતે લાંભાના ડો. ચાંદની પટેલનું નામ વહેતું થયું છે. આગામી અઢી વર્ષની મુદ્દત મહિલા માટે અનામત છે જેથી દંડક અને સાશક પક્ષના નેતા માટે ખેંચતાણ શરૂ થતી જોવા મળી રહી છે.
હાલમાં માહોલ જોવા મળી રહ્યો છે કે મેયર પદ માટે અત્યારથી લોબિંગ પણ શરૂ થઈ ગયું છે. મેયર માટે શાહીબાગ વોર્ડના મહિલા કોર્પોરેટર પ્રતિભા જૈન, મણિનગર વોર્ડના કોર્પોરેટર શીતલ ડાગાનું નામ સૌથી આગળ છે. તો ભાજપ મોવડી મંડળ દ્વારા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટને ફરી રિપીટ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. જો કે સ્ટેન્ટિંગ કમિટીના ચેરમેન બનવા માટે કેટલાક કોર્પોરેટરો લોબિંગ શરૂ કરી દીધું છે. વર્ષ 2021 માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના 159 કોર્પોરેટરો અને કોંગ્રેસના માત્ર 25 કોર્પોરેટરો, અન્યના 7 કોર્પોરેટર જીત્યા હતા. તે વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના મોવડી મંડળે અમદાવાદના મેયર તરીકે ઠક્કર બાપાનગર વોર્ડના કોર્પોરેટર કિરીટ પરમારની પસંદગી કરી હતી.
અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી જોરદાર આગાહી, ગુજરાતમાં આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશે, ફટાફટ જાણી લો
રાજ્યની સૌથી મોટી મહાનગર પાલિકામાં નવા મેયર માટે હાલમાં આખા શહેરમાં હોદ્દેદારો વચ્ચે કવાયત તેજ થઈ ગઈ છે. 9 સપ્ટેમ્બરે અમદાવાદને નવા મહિલા મેયર મળવાના છે. વર્તમાન મેયર કિરીટ પરમાર સહિત ભાજપના 5 હોદ્દેદારોની મુદ્દત 9 સપ્ટેમ્બરે પૂર્ણ થવાની છે. તે જ દિવસે AMCની સામાન્ય સભાની બેઠક મળશે. જેમાં નવા મેયરની ચૂંટણીના આધારે નિમણૂક કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે નવા મેયર કોણ બને છે.