રાજ્યમાં સતત આત્મહત્યાના વધતા પ્રયાસ વચ્ચે એક આત્મહત્યાનો બનાવ અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં શહેરની SVP હોસ્પિટલમાંથી એક મહિલાએ 12માં માળેથી મોતની છલાંગ લગાવતા તેણીનું મોત નિપજ્યું છે. યુવતીએ 12માં માળેથી છલાંગ લગાવતા હોસ્પિટલના પાંચમાં માળે પટકાઈ હતી. હોસ્પિટલમાં સારવાર કરાવવા આવેલી યુવતીએ મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવી દેતા હોસ્પિટલ તંત્ર દોડતુ થયું હતું. સમગ્ર બાબતની જાણ પોલીસને કરવામાં આવતા એલિસબ્રિજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના સરખેજ વિસ્તારના ફતેવાડીમાં રહેતી અલીના શેખ નામની યુવતી છેલ્લા કેટલાક વર્ષથી મલ્ટી ઓર્ગનની તકલીફથી પીડાતી હતી. યુવતીની બંને કિડની ખરાબ થઈ ગઈ હોય અલીના ડાયાલીસીસ કરાવવા માટે શહેરની એસ.વી.પી. હોસ્પિટલ ખાતે આવતી હતી. આજરોજ જ્યારે અલીના ડાયાલીસીસ માટે આવી ત્યારે તેની એક બહેન પણ તેની સાથે હતી. અલીના હોસ્પિટલમાં 12માં માળે ડાયાલીસીસ કરાવવા માટે ગઈ હતી. તે દરમિયાન તેની બહેનને બોટલમાં પાણી ભરવા માટે મોકલી હતી. અલીના માટે બહેન પાણી લેવા જતાં મોકો જોઈ અલીનાએ હોસ્પિટલના 12માં માળેથી મોતની છલાંગ લગાવી હતી.

ગુજરાતીઓ ચાર દિવસ બેફામ માવઠા માટે થઈ જાઓ તૈયાર, વીજળીના કડાકા-ભડાકા સાથે આ વિસ્તારમાં ખાબકશે મેઘો