Gujarat News : અમદાવાદ શહેરના આઇકોનિક અટલબ્રિજે (Iconic Uttlebridge) આવકની દૃષ્ટિએ વિક્રમ સર્જ્યો છે. આ અટલબ્રિજ અમદાવાદના આબાલ-વૃદ્ધોમાં તો ઠીક, પરંતુ ગુજરાતમાં પણ એટલી હદે લોકપ્રિય બન્યો છે કે માત્ર એક વર્ષના ટૂંકા સમયગાળામાં અટલબ્રિજે મ્યુનિ. કોર્પોરેશનને (Mun. Corporation) રૂ. દસ કરોડની અધધ કમાણી કરી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડનારા ફૂટઓવરબ્રિજ (Footoverbridge) એટલે કે અટલબ્રિજનું ગત તા. ૨૮ ઓગસ્ટ-૨૦૨૨થી લોકાર્પણ થયું હતું.
બ્રીજ સહેલાણીઓથી દિન-પ્રતિદિન ઊભરાઈ રહ્યો છે
મ્યુનિ. કોર્પો.ના સત્તાવાળાઓ દ્વારા રૂ. ૭૪ કરોડના ખર્ચે અટલબ્રિજનું નિર્માણ કરાયું છે, જેની ડિઝાઇનમાં પતંગોત્સવને પણ સાંકળી લેવાયો હોઈ તે વિશેષ પ્રકારનો લાગે છે. ૩૦૦ મીટર લાંબા અટલબ્રિજે લોકોમાં ભારે ઘેલું લગાડ્યું છે, એટલે તા. ૩૧ ઓગસ્ટ-૨૦૨૨થી અટલબ્રિજની લટાર મારવા ૩૦ રૂપિયા અને ૧૨ વર્ષથી નાની વયનાં ભૂલકાંઓ માટે રૂ. ૧૫ની એન્ટ્રી ફી રખાઈ છે. તેમ છતાં પણ અટલબ્રિજ સહેલાણીઓથી દિન-પ્રતિદિન ઊભરાઈ રહ્યો છે.
મ્યુનિસિપલ તિજોરીમાં આવક પેટે રૂ. ૪૭,૯૦,૯૫૫ ઠલવાયા
અટલબ્રિજને થયેલી મહિનાદીઠ આવકનો આંકડો તપાસતાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના એપ્રિલ મહિનામાં ૧,૨૮,૪૩૮ પુખ્તો, ૨૪૦૯ સિનિયર સિટીઝન, ૧૬,૦૪૭ બાળકો મળીને ૧,૪૬,૮૯૪ સહેલાણીઓએમુલાકાત લેતાં તંત્રને રૂ. ૪૧,૨૯,૯૮૦ની આવક થવા પામી હતી. મે મહિનામાં ૧,૫૦,૬૬૨ પુખ્તો, ૨૫૪૩ સિનિયર સિટીઝન, ૨૭,૯૯૬ બાળકો મળીને ૧,૮૧,૨૦૧ સહેલાણીઓથી રૂ. ૪૯,૭૭,૯૪૫ની આવક મેળવાઈ હતી. જૂનમાં ૧,૪૮,૪૭૩ પુખ્તો, ૨૦૪૩ સિનિયર સિટીઝન, ૨૦,૪૦૮ બાળકો મળીને કુલ ૧,૭૦,૯૯૪ સહેલાણી નોંધાયા હતા અને મ્યુનિસિપલ તિજોરીમાં આવક પેટે રૂ. ૪૭,૯૦,૯૫૫ ઠલવાયા હતા.
જુલાઈ-૨૦૨૩માં અટલબ્રિજ ખાતે ૧,૫૭,૮૧૯ પુખ્તો, ૧૬૩૦ સિનિયર સિટીઝન, ૧૭,૫૬૬ બાળકો મળીને ૧,૭૭,૦૧૫ સહેલાણીઓ થઈને રૂ. ૫૦,૨૨,૫૧૦ની આવક તિજોરીમાં ઠલવાઈ હતી. જ્યારે ગત ઓગસ્ટ મહિનામાં મ્યુનિ. સત્તાધીશોને રૂ. ૫૩,૮૮,૪૬૫ની વિક્રમી આવક થવા પામી હતી. ગયા મહિનામાં ૧,૬૮,૪૦૧ પુખ્તો, ૨૧૫૮ સિનિયર સિટીઝન, ૧૮,૨૭૧ બાળકો મળીને ચાલુ નાણાકીય વર્ષમાં સૌથી વધુ એટલે કે ૧,૮૮,૮૩૦ સહેલાણીઓ નોંધાયા હતા.
અમદાવાદીઓ માટે નવલું ઘરેણું બન્યો બ્રિજ
હવે તા. ૩૧ ઓગસ્ટ-૨૦૨૨ એટલે કે અટલબ્રિજની એન્ટ્રી ફીના પહેલા દિવસથી તા. ૩૧ માર્ચ-૨૦૨૩ સુધી કુલ ૧૪,૭૭,૯૪૨ પુખ્તો, ૨૯,૦૮૩ સિનિયર સિટીઝન અને ૨,૦૨,૦૯૭ બાળકો મળીને કુલ ૧૭,૦૩,૧૨૨ સહેલાણીઓથી સત્તાવાળાઓને રૂ. ૪,૭૮,૦૫,૯૬૦ની આવક થઈ હતી. એપ્રિલ-૨૦૨૩થી ઓગસ્ટ-૨૦૨૩ સુધીના ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા પાંચ મહિનામાં અટલબ્રિજની ૭,૫૩,૭૯૩ પુખ્તો, ૧૦,૭૮૩ સિનિયર સિટીઝન, ૧,૦૦,૨૮૮ બાળકો મળીને કુલ ૮,૬૪,૮૬૪ સહેલાણીઓએ અટલબ્રિજની મોજ માણી હતી. આ સહેલાણીઓથી તંત્રને રૂ. ૨,૪૨,૭૯,૮૫૫ની આવક થઈ હતી. આમ અટલબ્રિજ અમદાવાદીઓ માટે નવલું ઘરેણું બન્યો છે તેમાં કોઈ વાદ-વિવાદને સ્થાન નથી.
UPI યુઝર્સ ખાસ સાવધાન રહો! SBIએ અમલમાં મૂકી આ મોટી બાબાત, કરોડો ગ્રાહકોને થશે સીધી અસર
એક નંબરનો હલકટ સસરો, સુહાગરાતની રાત્રે જ વહુ સાથે સસરાએ કર્યો ન કરવાનો કાંડ, જાણીને તમે ગાળો જ આપશો
ગુજરાતીઓ તૈયાર થઈ જાઓ, આ તહેવારોની સિઝન પહેલા ફ્લિપકાર્ટ આપશે 1 લાખથી વધુ નોકરીઓ, આ રીતે મળશે!
સપ્ટેમ્બરના પહેલા ત્રણ દિવસમાં રૂ. ૮.૧૬ લાખથી વધુની આવક
ચાલુ સપ્ટેમ્બર મહિનાની પહેલી સપ્ટેમ્બરે ૬૧૪૮ સહેલાણીથી રૂ. ૧,૮૪,૨૯૦, તા. ૨ સપ્ટેમ્બરે ૬૪૧૬ સહેલાણીથી રૂ. ૧,૯૧,૯૫૦ અને તા. ૩ સપ્ટેમ્બરે ૧૪,૭૫૫ સહેલાણીથી રૂ. ૪,૪૦,૧૯૫ મળીને છેલ્લા ત્રણ દિવસમાં અટલબ્રિજ પર ૨૭,૩૧૯ સહેલાણીઓ મજા માણી ચૂક્યા છે, જેનાથી તંત્રને રૂ. ૮,૧૬,૪૩૫ની આવક થઈ છે. અત્યાર સુધીમાં અટલબ્રિજે ૩૩,૭૧,૭૨૮ સહેલાણીઓને આકર્ષ્યા હોઈ તેનાથી મ્યુનિસિપલ તિજોરીમાં રૂ. ૧૦,૧૧,૯૩,૪૧૦ની અધધ કહેવાય એવી આવક થતાં અટલબ્રિજ મ્યુનિ. કોર્પોરેશનનો ‘કમાઉ દીકરો’ પુરવાર થયો છે.