પાટીલના ગઢમાં શું છે નવો હાહાકાર, ભાજપમાંથી ટપોટપ દિગ્ગજોના રાજીનામા, આંતરિક વિખવાદ ચરણ સીમાએ પહોંચ્યો

Lok Patrika Desk
By Lok Patrika Desk
bjp
Share this Article

ડાંગ જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ ચરણ સીમાએ પહોંચ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારના રાજીનામાં બાદ વધુ એક રાજીનામું પડ્યું છે. આહવા ભાજપ મંડળ પ્રમુખ સંજય ડી વ્યવહારેએ પોતાના પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને એમના લેટરપેડ ઉપર રાજીનામું મોકલી આપ્યું છે. બે રાજીનામા બાદ અન્ય હોદ્દેદારો પણ રાજીનામાં આપે એવી શક્યતા જોવા મળી રહી છે.

Resignation

 

દક્ષિણ ગુજરાત એ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો ગઢ ગણાય છે. 1 એપ્રિલે ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારે વધુ એક રાજીનામાથી દક્ષિણ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આહવા ભાજપ મંડળ પ્રમુખ સંજય ડી વ્યવહારેએ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે.

resigantion

1 એપ્રિલે દશરથ પવારે આપ્યુ હતું રાજીનામું

ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે 1 એપ્રિલે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તેઓએ પોતાના લેટરહેડ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું કે, ‘હું ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું જે સ્વીકારવા વિનંતી છે.’ આ લેટરપેડની નીચે દશરથ પવારે સહી કરી હતી. છેલ્લા ઘણા દિવસોથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વિખવાદ ચાલતો હતો. ડાંગ ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ બાદ જિલ્લા પ્રમુખનું સૌથી પહેલું રાજીનામુ પડ્યું હતું. જેના બાદ રાજીનામાનો દોર શરૂ થયો છે.

ક્યાંક 7.3 તો ક્યાંક 4.3… ભારત સહિત ધરતી પર અલગ-અલગ દેશોમાં ધરા ધ્રુજી, ચોમેર લોકોમાં ફફડાટનો માહોલ

રાજકોટ એરપોર્ટ પર એક દારૂડિયાએ દારૂ પીને કડક સુરક્ષાની વાટ લગાડી દીધી, એક રીક્ષાએ CISFના જવાનોને દોડતા કર્યા

VIDEO: ‘ગધેડીના દૂધનો સાબુ મહિલાના શરીરને જોરદાર સુંદર રાખે છે, તમે કેમ…’, સાંસદ મેનકા ગાંધીએ આપી અજીબ સલાહ

ભાજપ પ્રમુખે થોડા દિવસો પહેલા ડાંગ જિલ્લામાં થતા ભ્રષ્ટાચારને લઈ અવાજ પણ ઉઠાવ્યો હતો. ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ લઈને કાર્યકરોની ચર્ચા મુજબ આગામી દિવસોમાં વધુ હોદ્દેદારો સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપી શકે છે. ભાજપ પ્રમુખના રાજીનામાને લઈ જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.


Share this Article