રિયાલન્ય ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીને લક્ઝરી કારનો ઘણો શોખ છે. તેમના કાર કલેક્શનમાં એકથી ચઢિયાતી લકઝરી કારો છે. તાજેતરમાં આકાશ અંબાણી મુંબઈના રસ્તા પર લાલ ફેરારી એસએફ૯૦ સ્પોર્ટ કાર ચલાવતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. જણાવી દઈએ કે, ભારતીય માર્કેટમાં ફેરારીની આ સ્પોર્ટ કારની સ્ટાર્ટિંગ કિંમત ૭.૫૦ કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
આકાશ અંબાણીના એક ફેન પેજે તેનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે, આકાશ ખુદ કારને ચલાવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, ફેરારી એસએફ૯૦ વિશ્વની સૌથી લકઝરી સ્પોર્ટ કારમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારતમાં આ કાર કેટલાક ખાસ લોકો પાસે જ છે. આ કારની ખાસ વાત એ છે કે, તેમાં રિઝેનરેટિંગ બ્રેકિંગ માટે 7.9kwhની ક્ષમતાનું લિથિયમ-આયન બેટરી આપી છેજે કારને ૨૬ કિમી સુધી ઇલેક્ટ્રિક રેન્જ આપે છે.
Ferrari SF90માં કંપનીએ 3990 સીસીની ક્ષમતાના ૮ સિલિન્ડર પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે જે ૭૬૯.૩૧ Bhp ની મજબૂત પાવર અને 800Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં બે સીટ્સ મળે છે, અને સ્પોર્ટ કાર તરીકે તેમાં ૭૪ લીટરનો બૂટ સ્પેસ આપવામાં આવ્યો છે. આ કારમાં ૬૮ લીટરની ઇંધણની ટાંકી આપી છે. ૮ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સવાળી આ કારમાં માઇલ્ડ હાઇબ્રિડ સિસ્ટિમ આપી છે, જે તેની રેન્જને વધુ સારી બનાવે છે.
કારનું ડાયમેન્શન
લંબાઈ – 4710 (મિમી)
પહોળાઈ -1972 (મિમી)
ઊંચાઈ – 1186 (મિમી)
બૂટ સ્પેસ – 74 (લીટર)
વ્હીલ બેસ – 2650 (મિમી)
કર્બ વેટ – 1570 (કિગ્રા)
કારની ઝડપ અને તેનું પ્રદર્શન
એક સ્પોર્ટ કાર તરીકે તેની સ્પીડ ઘણી સારી છે. કંપનીનો દાવો છે કે, આ કાર માત્ર ૨.૫ સેકન્ડમાં જ ૦થી ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપ પકડવામાં સક્ષમ છે. જ્યારે તેને ૨૦૦ કિમીની ઝડપ મેળવવામાં માત્ર ૬.૭ સેકન્ડનો જ સમય લાગે છે. તેની ટોપ સ્પીડ ૩૪૦ કિમી પ્રતિ કલાક છે. આ કારમાં એયરબેગ્સ (ડ્રાઇવર, પેસેન્જર અને સાઇડ ફ્રન્ટ), એડજસ્ટેબલ ફ્રન્ટ પેસેન્જર સીટ સેન્ટ્રલ લોકિંગ જેવા ફીચર્સ મળે છે.