રાજ્યના ત્રણ જીલ્લામાં વાવઝોડાના કારણે ત્રાટકશે અતિભારે વરસાદ, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકાને રેડ એલર્ટ

Lok Patrika Desk
By Lok Patrika Desk
biporjoi
Share this Article

અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડા બિપરજોય અંગે ગુજરાતના હવાામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. બિપરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે. વાવાઝોડાનો માર્ગ ફરી બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગે તારીખ 15 જૂનને લઈ પવન અને વરસાદને લઈ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

 

વરસાદનું જોર રહેવાની સંભાવના

તારીખ 11, 12 અને 13 જૂનના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિદ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પવનની ગતિ 30-40 કિમી રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ઉપરાંત તારીખ 15 જૂનના રોજ વરસાદનું પૂર્વાનુમાનમાં રાજ્યના તમામ સ્થળોએ વરસાદનું જોર રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

biporjoi

આ પણ વાંચો

રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ

તારીખ 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટમાં જાહેર કરવામાં આવ્યા છે. કચ્છ, જામનગર અને દ્વારકામાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 15 જૂનના રોજ કચ્છ, મોરબી, જામનગર, દ્વારકામાં પવનની ગતિ 125 થી 135 કિમી રહેશે સંભાવના છે. જ્યારે રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં 50-60 કિમી પવન રહેશે તેવી ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી છે.


Share this Article
TAGGED: , ,