રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.
મુંબઈના પાલી હિલ સ્થિત ઘર ‘વાસ્તુ એપાર્ટમેન્ટ’માં બંનેએ પંજાબી રિવાજ પ્રમાણે સાત ફેરા લીધા.
આ પહેલા હળદર, ચૂડા વિધિ અને કુલ દેવતાની પૂજા જેવી તમામ વિધિઓ કરવામાં આવી હતી.
જેમાં બંનેના પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને કેટલાક સેલેબ્સ જ હાજર રહ્યા હતા.
અહેવાલો અનુસાર, હવે આ કપલ લગ્ન પછી સાંજે 7 વાગ્યે ઘરની બહાર આવશે.
મીડિયાની સામે પતિ-પત્ની તરીકે પહેલીવાર જાહેરમાં દેખાશે.
લગ્ન બાદ રણબીર-આલિયા ભગવાન ગણેશના આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક મંદિર જશે.
રણબીર-આલિયાના લગ્નની વિધિ ‘વાસ્તુ એપાર્ટમેન્ટ’ના 11મા માળે પૂર્ણ થઈ હતી.
આલિયા આ બિલ્ડિંગના 5મા માળે રહે છે અને રણબીર 7મા માળે રહે છે.
રણબીર-આલિયાના લગ્ન આવતા મહિને OTT પર સ્ટ્રીમ થશે.
અહેવાલો અનુસાર, મોટા OTT પ્લેટફોર્મને રૂ. 90-110 કરોડમાં રાઇટ્સ વેચવામાં આવ્યા છે.
વર-કન્યા માટે ખાસ મેનુ રાખવામાં આવ્યું છે. આલિયા માટે વેગન બર્ગર અને રણબીર માટે સુશી કાઉન્ટર બનાવવામાં આવશે.
દિલ્હીના શેફ લગ્ન માટે ખાસ ચિકન, મટન, દાલ મખાની, પનીર ટિક્કા, રોટી અને તંદૂરીની વાનગીઓ બનાવી રહ્યા છે.
આ કપલ આજે સાંજે 7 વાગે મીડિયાની સામે આવશે. લગ્ન બાદ આલિયા-રણબીર આગળ આવશે અને પેપરાઝીને તસવીરો માટે પોઝ આપશે.
લગ્નમાં બંને પરિવારના 40 થી 50 લોકો જ પહોંચ્યા હતા.
16મીએ એટલે કે આવતીકાલે ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.
આલિયાની માતા સોની રાઝદાન અને બહેન શાહીન હલ્દી સેરેમની માટે ‘વાસ્તુ એપાર્ટમેન્ટ’ પહોંચી હતી.
રણબીરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા હલ્દી સેરેમની માટે ‘વાસ્તુ એપાર્ટમેન્ટ’ પહોંચી હતી.
અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને રણબીર-આલિયાને અભિનંદન પાઠવ્યા હતા.
લગ્નમાં રણબીરના કાકા રણધીર કપૂરે હાજરી આપી હતી.