ગુજરાત BJPના કાર્યકરોને એક એવી તાલીમ આપવામાં આવશે કે જેમાં તેઓ હાર્ટ એટેકથી રક્ષણ મેળવી શકશે અને બીજાને પણ બચાવી શકશે. વધતા હાર્ટએટેકના બનાવો સામે રક્ષણ માટે તાલીમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપ કાર્યકરોને CPRની તાલીમ આપવામાં આવશે.
આવતીકાલથી એટલે કે 2 એપ્રિલથી તાલીમ અભિયાનની શરૂઆત થશે એવી માહિતી હાલમાં સામે આવી રહી છે. હાલમાં બની રહેલા હૃદયરોગના ભયજનક કિસ્સાઓ પરત્વે જાગૃતિ દાખવવા માટે પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં તમામ મેડિકલ કોલેજોમાં બીજી એપ્રિલના પાર્ટીના કાર્યકરોને હૃદયરોગના હુમલા વખતે અપાતી સીપીઆરની પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવશે.
આ સાથે જ વાત કરીએ તો તમામ ધારાસભ્યોને તેમના મતક્ષેત્રમાં ખાસ તાલીમ કેમ્પ યોજવા જણાવાયુ છે. ઉપરાંત રાજયની 38 મેડીકલ કોલેજોના 1200 જેટલા નિષ્ણાંતો પણ આ માટે તાલીમ કેમ્પ યોજાશે તથા વધુને વધુ લોકો સીપીઆર તાલીમમાં જોડાશે તે જોવા પ્રયાસ કરાશે. રાજયમાં હાલમાં જ આ પ્રકારે હૃદયરોગના વધતા જતા કેસમાં તાકીદની સારવાર મળી રહે તે ખૂબ જ વરદાનરૂપ સાબીત થશે તથા વધુને વધુ લોકો આ પ્રકારની તાલીમમાં જોડાય તે પણ જોવામાં આવશે.
CSKના 14 કરોડના ખેલાડીએ જીતેલી બાજીની પથારી ફેરવી નાખી, એક ઓવર નાખી અને GTને લાડવો મળી ગયો
ગુજરાતમાં યુવા વયે- ક્રિકેટ રમતા કે પછી જાહેર માર્ગ પર જતા સમયે ઓચિંતા જ હૃદયરોગના હુમલાનો શિકાર બનીને મૃત્યુના વધતા જતા કેસમાં હવે રાજય સરકારે જાગૃતતા લાવવા અને આ પ્રકારની સ્થિતિ સમયે જે તે વ્યક્તિનું જીવન બચાવવામાં મદદરૂપ તેવી કાર્ડિયોપલ્મોનરી રીસસિટેન (સીવીઆર) તાલીમ માટે રાજયભરમાં આયોજન થયું છે.