અમદાવાદીમાં વાઇબ્રન્ટ સમિટને લઇ વૈકલ્પિક રૂટ જાહેર, શહેરમાં VVIP મૂવમેન્ટ હોવાથી ટ્રાફિકને લઈ એડવાઈઝરી, જાણો વિગત

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને લઈ 5 દિવસ સુધી દેશ-વિદેશનાં વીઆઈપી લોકો આવવાના છે. જેને લઈ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમજ લોકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

ત્યારે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાયબ્રન્ટ સમિટને લઈ 5 દિવસ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં શહેરમાં વીવીઆઈપી મુવમેન્ટ હોવાથી ટ્રાફિકને લઈ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં ઈન્દિરા બ્રિજથી ડફનાળાથી સુભાષબ્રિજ રૂટ પર ટ્રાફિકની શક્યતા છે.

આ રૂટ સિવાયના વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અપીલ કરી છે. ગાંધીનગર જતા લોકો માટે વિસત અને નાના ચિલોડાનો વૈકલ્પિક રૂટ નક્કી કરાયો છે. તેમજ એરપોર્ટ જનારા લોકોને બે કલાક વહેલા એરપોર્ટ જવા માટે એરપોર્ટ ઓર્થોરીટી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

ઈમરજન્સીમાં પોલીસનો સંપર્ક કરીને મદદ લેવી

તેમજ પૂર્વ અમદાવાદથી એરપોર્ટ જતા પ્રવાસીઓએ મેમકો, નરોડા અને નોબેલ ટી જંક્શનનો ઉપયોગ કરવા ટ્રાફિક પોલીસ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. તેમજ પશ્ચિમ અમદાવાદથી એરપોર્ટ આવતા લોકોએ રિંગ રોડ તેમજ ચિલોડા સર્કલથી એરપોર્ટ નોબલ નગત ટી તેમજ ભદ્રેશ્વર પહોંચી શકાશે.

તેમજ પોલીસ દ્વારા ઈમરજન્સીમાં પોલીસનો સંપર્ક કરીને મદદ લેવા એડવાઈઝરી જાહેર કરી છે. પૂર્વ વિસ્તારમાંથી એરપોર્ટ જતા લોકો માટે નરોડાનો વૈકલ્પિક રૂટ. જ્યારે પશ્ચિમથી એરપોર્ટ જતા લોકો માટે ચિલોડાનો રૂટ અપાયો છે.

મંગળવારથી રસ્તાઓ નો પાર્કિંગ ઝોન જાહેર

જાહેરાનામામાં જણાવ્યા મુજબ આ રસ્તાઓ સંબંધિત જાહેરનામું આગામી 9થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. ચ (0) થી ચ (5) રોડને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયો છે.

ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે.

આ રસ્તાઓ ઉપર ભારે વાહનોને આવવા પ્રતિબંધ

72 કલાકમાં બાજી પલટાઈ, મુકેશ અંબાણીએ અદાણીને હરાવીને નંબર 1નો તાજ પાછો મેળવ્યો, બન્યાં સૌથી ધનિક ઉદ્યોગપતિ

જાણો પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે? ભારતે સમુદ્રની વચ્ચેથી ક્રૂડ ઓઈલ કાઢવાનું કર્યું શરૂ, પેટ્રોલિયમ મંત્રીએ કરી જાહેરાત

Big News: ‘ગોધરાકાંડનો બદલો લેવા ગુજરાતને આતંકિત કરવાનું ષડયંત્ર’, ISISના આતંકવાદી શાહનવાઝનો મોટો ઘટસ્ફોટ

આ જાહેરનામાં મુજબ સેન્ટ્રલ વિસ્તારનો રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. શહેરમા રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ રોડ પણ આમ જનતા માટે પ્રતિબંધિત કરાયો છે.


Share this Article