અંબાલાલ પટેલે વરસાદના બીજા રાઉન્ડને લઈ કરી ડરામણી આગાહી, ધમાકેદાર બેટિંગ સાથે આખું ગુજરાત રેલમછેલ થઈ જશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
rain
Share this Article

રાજ્યમાં આજથી ફરી ચોમાસાનો રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઓછું થઇ ગયુ હતુ. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં મેઘરાજાના બીજા રાઉન્ડ અંગે મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, આ વખતનું ચોમાસું નવા પ્રકારનું છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં તારીખ સાતથી નવ જુલાઇ સુધી અનેક વિસ્તારેમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ 12મી તારીખ સુધી થઇ શકે છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં 15 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસી શકે છે.

rain

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન કરતા જણાવ્યુ કે, રાજ્યમાં બીજો રાઉન્ડ આજથી શરૂ થશે. આ રાઉન્ડ ગજબનો છે અને તેના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે. આ વરસાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોને ધમરોળશે અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે.

rain

આ સાથે તેમણે જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, આહવા, સુરત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જાફરાબાદમાં ભારે પવન ફૂંકાશે. આ સાથે કોડિનાર, ભાવનગર, બોટાદમાં પણ વરસાદની શક્યતા રહેશે. આ બીજાો રાઉન્ડ અમદાવાદ અને ધંધુકાને રણ

rain


આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, જામનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેશે. આ સાથે ખંભાળિયા, જૂનાગઢ, વેરાવળ, માળાવદર, રાણાવાવના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે લખતર, લીંબડી, ચોટીલાના ભાગોમાં પણ ભારે વરસાદ થઇ શકે છે.

rain

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, આ વરસાદ સુનગર, ધાગંધા, મોરબીમાં વરસાદની સાથે કચ્છમાં પણ વરસાદની શક્યતા છે. કચ્છના રાપર, અબડાસા, ભચાઉ, નખત્રાણા, દરિયાકિનારેના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. જૂનાગઢમાં ભારે વરસાદ, વિસાવદર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યુ કે, સૌરાષ્ટ્રમાં ક્યાંક તો 15 ઇંચ વરસાદની પણ શક્યતા રહેશે.

rain

તેમણે એમ પણ જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠા, રાંધનપુર, પાલનપુર, કાંકરેજ, અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.

rain

આ સાથે તેમણે જણાવ્યુ કે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. આ સાથે સાબરમતીના વિસ્તારોમાં ભારે વરસાદથી સાબરમતી બે કાંઠે થવાની પણ શક્યતા છે. નર્મદા નદીમાં પણ હળવું પૂર આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વડોદરા, આણંદ, કાયવરોહણ, સાવલીમાં ભારે વરસાદ થઇ શકે છે.

rain

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, આ વખતે રાજ્યમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. ભારે ગાજવીજ અને વીજળી સાથે વરસાદ થવાની શક્યતા છે એટલે જનજને ધ્યાન રાખવાની જરૂર છે.

rain

હે ભગવાન! વર્લ્ડ કપ પેહલા ભારતની ક્રિકેટ ટીમ પર દુઃખોનો પહાડ તૂટ્યો, આ ખેલાડીનો થયો જીવલેણ અકસ્માત, માંડ જીવ બચ્યો

તાપીના વ્યારામાં નાસ્તો કરવા ગયેલા ધારાશાસ્ત્રીને જલેબીમાંથી નીકળી જીવાત, જોઈને બહાર ખાતા લોકોને ઉબકા આવશે

આજે ટામેટાંએ તોડી નાખ્યાં તમામ રેકોર્ડ, શાકભાજી મોંઘાદાટ થયા; જાણો આજનો ભાવ, મોંમા આંગળા નાખી જશો!

બીજા રાઉન્ડમાં વરસાદ થવાની આગાહી પ્રમાણે, 7થી 9 તારીખમાં ભારે વરસાદ થશે જ્યારે 12 તારીખે આ જતુ રહેશે. આ ઉપરાંત 11 તારીખે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાશે. તેમણે એમ પણ જણાવ્યુ કે, આ નવા પ્રકારનું ચોમાસું છે. આખા દેશમાં ભિન્ન ભિન્ન જગ્યાએ હવાનું દબાણ થઇ રહ્યુ છે. જેના કારણે આ વરસાદ થવાની શક્યતા છે.


Share this Article