Gujarat Weather: હાલમાં રાજ્યમાં બેવડી ઋતુના ચમકારા વચ્ચે રોગચાળો પણ બેકાબુ થયો છે. રાજકોટ અને અમદાવાદ સહિત રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓની લાઈન લાગી છે અને ઘરે-ઘરે બીમારીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
અમદાવાદમાં ટાઈફોઈડ, ડેન્ગ્યૂ અને ઝાડા ઊલટીના કેસો વધ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ થવાની કોઇ સંભાવના નથી.
તો બીજી બાજુ અંબાલાલ પટેલે ક્યારથી કડકડતી ઠંડી પડશે તે અંગે જણાવતા કહ્યુ કે, ઠંડીની વાત કરીએ તો 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. ભારે હિમવર્ષાને કારણે ઠંડી પડશે. ધીમે-ધીમે ગાત્રો થીજવતી ઠંડી આવશે. જાન્યુઆરી મહિનામાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. ફેબ્રઆરીની શરૂઆતમાં તો વધારે ઠંડી પડવાની શક્યતા રહેશે.
હવામાન વિભાગે આગાહી કરી કે મહત્તમ તાપમાન 36 રહેવાની સંભાવના છે. અમુક જગ્યાએ 38 ડિગ્રી પણ રહી શકે છે. જ્યારે લધુત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહેશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, સામાન્ય રીતે આપણે ઠંડક અનુભવી રહ્યા છે. રાત્રે ઠંડી લાગે છે અને દિવસે ગરમી લાગે છે. શરદ પૂર્ણિમામાં પણ આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે. તેમણે એમ પણ જણાવ્યુ કે, હાલ ટ્રાન્ઝિશન મંથ છે.
રામ લલ્લાના અભિષેક માટે 22મી જાન્યુઆરી અને બપોરે 12.30 વાગ્યાનો જ સમય કેમ પસંદ કરવામાં આવ્યો?
આગળ વાત કરતાં હવામાન વિભાગે કહ્યું કે ચોમાસા અને ઠંડીની વચ્ચે ઓક્ટોબર-નવેમ્બર ટ્રાન્ઝિશન મંથ રહે છે. તેને આપણે સાયક્લોન મંથ પણ કહીએ છે. મોટાભાગે આ બે મહિના દરમિયાન અરબ સાગર અને બંગાળની ખાડીમાં સાયક્લોન બનતા હોય છે. આ સમયગાળા દરમિયાન રાત્રે ઠંડક અનુભવાય છે અને દિવસે ગરમી લાગે છે.