Gujarat news: હાલમાં ગુજરાતનું વાતાવરણ ડખે ચડી ગયું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે કંઈ નક્કી જ નથી રહેતું કે કઈ ઋતુ ચાલી રહી છે. એમાં પણ જ્યારે એક જિલ્લામાં વરસાદ તો બીજા જિલ્લામાં તડકો પડે ત્યારે ખેડૂતો સૌથી વધારે ચિંતામાં મુકાય.
એવામાં હવે હવામાન વિભાગે કંઈક અલગ આગાહી કરી અને અંબાલાલ પટેલે પણ કંઈક અલગ આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં થોડા દિવસોમાં ગરમી વધશે. રાજ્યમાં હાલમાં વરસાદની શક્યતા નહીવત છે. ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.
હવામાન વિભાગે આગાહી કરી કે ગુજરાતમાં હાલ વરસાદ થવાની કોઈ શક્યતા નથી. તેમજ રાજ્યમાં છુટા છવાયા વરસાદની પણ શક્યતા હાલ જોવા નથી મળતી. ત્યારે હવે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં તાપમાન વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.
તો આ તરફ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 17 મી ઓક્ટોમ્બરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયાનાં કારણે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને પછી છુટા છવાયા ઝાપટા પડી શકે છે.
Petrol Diesel Prices: ભારતમાં કેટલીય જગ્યાએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો ગુજરાતમાં ઘટ્યા કે વધ્યા
હવામાન વિભાગ કહે છે કે તાપમાન વધવાથી દિવસે ખૂબ જ ગરમી લાગશે. તેમજ બીજી ગરમીની જે સીઝન છે તે ઓક્ટોમ્બરમાં આવે છે. એ અહીંયા જોવા મળશે. પરંતું વરસાદની સંભાવનાં ખૂબ જ વધારે જોવા મળી રહી છે. તો આ તરફ અંબાલાલ કહે છે કે 10 ઓક્ટોબર સુધી રાજ્યમાં ચોમાસાની વિદાય થઈ જશે. તો વળી નવેમ્બર મહિનામાં ભયંકર વાવાઝોડું આવશે.