વાવાઝોડાના કારણે ગુજરાતમાં કંઈક નવું જ થવાના એંધાણ, અંબાલાલ પટેલે કરા સાથે વરસાદ પડવાની ભયંકર આગાહી કરી

Lok Patrika
By Lok Patrika
Share this Article

Gujarat News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત અને ભારત માટે નવી આગાહી કરી છે. ઓક્ટોબર મહિનામાં અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ઉત્તર ભારતમાં હિમ વર્ષા થશે. ગરમી સાથે અનેક વાવાઝોડા આવવાની શક્યતા છે. દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે આ સિસ્ટમ ફરી બંગાળના ઉપસાગરમાં ફરી હલચલ મચાવી શકે છે.

9 ઓક્ટોબર સુધીમાં મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. તે પછી પણ મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. એેક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કરા સાથે વરસાદની શક્યતા રહેશે. જેના કારણે ગુજરાતમાં 8 ઓક્ટોબર સુધીમાં વાદળો આવશે અને કદાચ વરસાદ પણ થઇ શકે. સવારે અને રાત્રે ઠંડા પવનો આવશે. એટલે આ વખતે ચોમાસું પાછળ જઇ શકે છે.

જેથી વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવનો વહેલા આવી શકે છે. 10મી ઓક્ટોબર સુધીમાં ચોમાસું રિટર્ન થશે. આ ગતિવિધિના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં ફરીથી વરસાદ થવાની શક્યતા છે. આના કારણે દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગની મોટી આગાહી, આખરે આજથી સત્તાવાર રીતે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, જાણો હવે કેવા તડકા પડશે!

Gold Price: સોનું અને ચાંદી સસ્તા થયા, 1600 રૂપિયા ભાવ ઘટ્યા, શું દિવાળી સુધી ઘટાડો ચાલુ જ રહેશે?

BREAKING: PM અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બોમ્બ હુમલાની ધમકી, 500 કરોડની માંગ, ગુજરાત પોલીસ એક એક સેકન્ડે સતર્ક

અંબાલાલે શક્યતા વ્યકત કરી છે કે 10મી ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરીથી ગંભીર વાવાઝોડું આવશે. આ સાથે અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા જોવા મળી રહી છે. આ સિસ્ટમ 10થી 12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનીને મજબૂત થવાના એંધાણ છે. શિયાળામાં વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમ વર્ષા થાય છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ થતી હોય છે.

 


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly