શ્વાસ અધ્ધર કરી નાંખ્યા હો… અંબાલાલ પટેલની આગાહી, કોલ્ડવેવની ફ્રિક્વન્સી ઘટી, જાણો ક્યાં સુધી પડશે હાડ થીજવતી ઠંડી?

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે. ઠંડીમાં વધારો કે ઘટાડો થવાની શક્યતા ઓછી છે. આગામી સમયમાં એક થી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઇ શકે છે. હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તર પશ્ચિમથી ઉત્તરીય દિશા તરફ છે.

સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે શિયાળામાં આવતા હોય છે. જેના કારણે કમોસમી વરસાદ, હિમ વર્ષા થતી હોય છે. ઉતર તરફના પવન ફુંકાય ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી પડતી હોય છે. આખો દિવસ ગરમ કપડા પહેરીને ફરવું પડતુ હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઠંડીનો ચમકારો માત્ર એક બે દિવસ રહ્યો અને તે પણ ભારે પવનના કારણે ઠંડીનો અહેસાસ થયો હતો પરંતુ તાપમાન સામાન્ય રહ્યું છે.

24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 17-19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.

ઉનાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. 19 ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે.

Exclusive: વડોદરાની ઘટનાને લઈને અમદાવાદ તંત્રની ઊઘડી આંખ, કાકરિયામાં રાતોરાત જૂના લાઈફ જેકેટ બદલાયા, 300 જેટલા નવા જેકેટનો કરાયો સ્ટોક

વડોદરા હરણી ઘટના: શિક્ષિકા-વિદ્યાર્થિનીના એકસાથે અંતિમ સંસ્કાર, સ્મશાનમાં હાજર સૌ કોઈ રડી પડ્યાં

“અમે પાઈપ પકડીને ઉપર આવ્યા…” – મોતની મુખમાંથી બચી જનાર બાળકે કહી સમગ્ર ઘટના, તંત્રને શરમ આવવી જોઈએ!

જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાની આગાહી કરવામાં આવી છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે.


Share this Article