અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી જોરદાર આગાહી, ગુજરાતમાં આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશે, ફટાફટ જાણી લો

Lok Patrika
By Lok Patrika
Share this Article

Gujarat News: હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડે છે, પરંતુ તેમાં મેઘરાજા બરાબર વરસતા નથી એવું લાગી રહ્યું છે. આ વરસાદી ઝાપટાંથી થોડા ઘણા અંશે રોડ ભીંજાઈ જાય છે. ત્યારે હવે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. પટેલનું કહેવું છે કે ગુજરાતમાં 24થી 26 ઓગસ્ટ મહદઅંશે વરસાદી ઝાંપટા પડશે.

જ્યારે 27થી 31 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. 30-31 ઓગસ્ટ ચીનમાં ચક્રવાતના કારણે વરસાદની ગતિવિધિ અટકશે. જ્યારે 28 ઓગસ્ટથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે. 23 સપ્ટેમ્બરથી ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વધી શકે છે.

જો કે એક તરફ એવો પણ માહોલ જોવા મળી રહ્યો છે કે વરસાદે વિરામ લીધો હોઈ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન ભોળાનાથના ભાવિક ભક્તો શિવાલયમાં જઈને તેમની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી રહ્યા છે. અત્યારે પણ શિવાલયો સવારથી હર હર મહાદેવના નારાથી ગૂંજી રહ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારો પણ વરસાદના અભાવને અનુભવી રહ્યા છે. ચોથા રાઉન્ડની મેઘ સવારી અટકી પડી છે.

સ્થાનિક હવામાન વિભાગનાં સૂત્રો જણાવે છે કે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

મક્કાના ક્લોક ટાવર પર વીજળી પડતી હોવાનો હૃદયદ્રાવક VIDEO વાયરલ, આખા શહેરના શ્વાસ થંભી ગયા

ચંદ્ર પર કેવી હોય છે વૈજ્ઞાનિકોની લાઈફસ્ટાઈલ, ખાવાથી લઈને સૂવા સુધી બધું કઈ રીતે ગોઠવાય, જાણીને ધ્રુજી ઉઠશો

ઘણા દિગ્ગજોએ ચંદ્ર પર જમીન ખરીદી છે, કેવી રીતે નક્કી થાય છે કિંમત? તમે પણ ખરીદી શકો છો, અહીં જાણો બધી પ્રકિયા

આજનું જ વાતાવરણ પણ વરસાદી છે. આકાશમાં વાદળા ઘેરાયાં છે. આવા વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ રાજ્યમાં ભારે વરસાદની અત્યારે કોઈ શક્યતા નજરે પડતી નથી, જોકે કેટલાક હવામાન નિષ્ણાંતોએ 25 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly